માણેકનાથ નજીકના તળાવમાં ન્હાવા પડતા યુવકનું મોત..

181 Views

હાલમાં દાંતા પંથકમાં સારો એવો વરસાદ પડ્યો છે ત્યારે હાલ માં પણ વરસાદ અંબાજી સહિત આસપાસ વિસ્તાર માં વરસાદ નું આવનજાવન ચાલુ છે ત્યારે દાંતા તાલુકા ની નદી, નાળાં ,તળાવો છલકાયા છે ત્યારે સ્થાનિક સહિત આસપાસ નાં લોકો આ જળાશયોમાં ન્હાવા નો આનંદ માણતા હોય છે અને અમુક વખત આનાથી જાનહાનિ ની ઘટના પણ બની જતી હોય છે સરકાર દ્વારા આવી જગ્યાઓ પર જવાની મનાઈ ફરમાવી હોય છે તેમ છતાં લોકો આવી જગ્યાએ નહાવા જતા હોય છે અને અકસ્માતનો ભોગ બન્તાં હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં હમણાં હમણાં આવી કેટલીક ઘટનાઓ બની છે ત્યારે આજે પણ આવી એક ઘટના સામે આવી છે બનાસકાંઠા જિલ્લા નાં દાંતા તાલુકાના માણેકનાથ ની છે ડૂબ ઘંટોડી ના વતની ઠાકોરજી મોતીપુરા ગામે ભાગીયા તરીકે કામ કરી અને પોતાનું જીવન ગુજારે છે ત્યારે તેમનો પુત્ર અજય ઉંમર 18 વર્ષ નહાવા માટે મોતીપુરા ના ડુંગર માં આવેલા માણેકનાથ નજીકના તળાવમાં ગયા હતા ત્યારે તળાવમાં ડૂબી જતા મોત થયુ છે

ઘટના ની જાણ ગામ માં થતાં ગામ માં પણ શોક નું મોજું ફરી વળ્યું હતું ત્યારે ઘટના ની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પરંતુ નદી માં ડુંબાયેલા યુવક ની લાશ ન મળતા ગ્રામજનોએ લાશની શોધખોળ શરૂ કરી હતી સવારે અગિયાર વાગ્યાથી લાશની શોધખોળ બાદ ભારે જહેમત બાદ સાંજના ચાર વાગ્યે લાશ મળી ઘટનાની જાણ દાંતા પોલીસ ને થતા દાંતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી…

*અહેવાલ :- રિતિક સરગરા,અંબાજી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *