બોલિવૂડમાં પાર્ટીના નામે ચાલતાં ધતિંગનો ભયંકર પર્દાફાશ, ટોપ અભિનેત્રીએ ડ્રગ્સ મામલે ભાંડો ફોડતાં કહ્યું- લાઈનમાં ઉભા રાખીને…

983 Views

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ આવ્યો ત્યારબાદ કેસને એક નવો જ વળાંક મળી રહ્યો છે. હવે આત્મહત્યા કરતાં વધારે ડ્રગ્સ પર તપાસ થઈ રહી થે અને રોજ કોઈને કોઈ સેલેબ્રિટી જેલમાં જતાં જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી જે પણ વાતો સામે આવી છે તે બધી જ ચોંકાવનારી છે. આ કેસમાં ડ્રગ્સ એંગલના ખુલાસા બાદ ઘણા સ્ટાર્સે ઈન્ડસ્ટ્રીની પાર્ટીમાં ડ્રગ્સ પાર્ટીનો ખુલાસો કર્યો છે. તેમણે તે પણ દાવો કર્યો કે આ પાર્ટીમાં ઘણા જાણીતા સ્ટાર્સ ડ્રગ્સના ટેવાયેલ છે. આ બધા બૂમાબૂમ વચ્ચે અભિનેત્રી શર્લિન ચોપડાએ પણ આવી પાર્ટીઓ પર મોટો ખુલાસો કર્યો છે. તેણે દાવો કર્યો કે, પાર્ટીમાં ખુબ ખાસ અંદાજમાં ડ્રગ ઓફર કરવામાં આવે છે.

image source

શર્લિન ચોપડાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને હાહાકાર મચાવી દીધો છે, આ પોસ્ટ હાલમાં ઝડપથી વાયરલ થઈ રહી છે. સાથે જ લોકો કહી રહ્યા છે કે ખરેખર આ બોલિવૂડના લોકો આવું જ કરતાં હશે કે કઈ બીજું? અભિનેત્રી શર્લિન ચોપડાએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.

image source

આ વીડિયોમાં તે યોગ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરતા શર્લિને લખ્યુ, ‘હું ચેન સ્મોકર હતી, પરંતુ ઓક્ટોબર 2017મા મેં સ્મોકિંગ છોડી દીધું. ડ્રગ્સથી હું હંમેશા દૂર રહી છું. ઇન્ડસ્ટ્રી વાળા પાર્ટીમાં બોલાવીને ટ્રે પર ડ્રગ્સ ઓફર કરે છે, પરંતુ લેવાનું નહીં. હવે આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને બોલિવૂડની કારમી ટીકા થતી જોવા મળી રહી છે.

 

જોઈ શકાય છે કે શર્લિન ચોપડા આ વીડિયોમાં કહે છે, તમે બધા હંમેશા મને મારી ફિટનેસનું સિક્રેટ પૂછો છો, તો સિક્રેટ છે ન્યૂટ્રિશન, અનુસાશન અને યોગા. યોગાથી કંઈ પણ થશે અને જરૂર થશે. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં હવે લોકો બોલિવૂડની કાળી કરતૂત પર ચર્ચાઓ કરવા લાગ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેની ગર્લફ્રેન્ડ અને મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની ડ્રગ્સ મામલે ધરપકડ કરવામાં આવી છે. તો રિયા પહેલા તેના ભાઈ શોવિકની પણ ધરપકડ કરવામાં આવી હતી. સુશાંત સિંહ 14 જૂન 2020ના પોતાના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળ્યો હતો. તો મુંબઈ પોલીસ પ્રમાણે તે ઘણા સમયથી ડિપ્રેશનનો શિકાર હતો અને તેની સારવાર ચાલી રહી હતી. તો હવે ત્રણ મુખ્ય તપાસ એજન્સીઓ ઈડી, એનસીબી અને સીબીઆઈ આ કેસને જોઈ રહી છે.

સારા અલી ખાન અને રકુલ પ્રીત પણ ભેરવાઈ

image source

NCBએ કન્ફર્મ કર્યું છે કે રિયા ચક્રવર્તીએ ડ્રગ્સ એન્ગલના મુદ્દે આપેલા પોતાના નિવેદનમાં બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહનું નામ લીધું છે. સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં આ વાત બહાર આવી છે. સુશાંત સિંહ રાજપૂત મામલે ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહેલા NCBના અધિકારીએ જણાવ્યું કે તપાસ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ તેમજ સિમોન ખંબાટાનું નામ સામે આવ્યું છે. આ લોકોને અત્યાર સુધી સમન જાહેર કરવામાં આવ્યું નથી.

Avatar
SHUBHAM AGRAWAL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *