ઝાલોદના બાજરવાડાના પેટપડા તળાવમાં નહાવા પડેલા આધેડનું મૃત્યુ

271 Views

ઝાલોદતાલુકાનાં બાજરવાડા ગામના પેટપડા તળાવમાં કિશનભાઈ ભલાભાઇ સંગાડા નાહવા પડતાં ડૂબી જવાથી મૃત્યુ થયેલ છે. પગ લપસી જતાં સંતુલન ગુમાવવાથી તળાવના ઊંડાણવાળા ભાગમાં જતો રહેવાથી હાલત ગંભીર થતાં બૂમો પાડી હતી. આસપાસના લોકોને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કિશનભાઈને પાણીમાંથી બહાર કાઢતા હાલત ગંભીર જણાતા લોકોએ 108 ને જાણકરીને બોલાવી હતી. 108 આવતા કિસાનભાઈને ઝાલોદ સરકારી દવાખાને લઈ ગયા હતા. ફરજ પરના ડૉક્ટરે તપાસતા મૃત્ય જાહેર કરેલ છે. આ ઘટનાથી સમગ્ર બાજરવાડા ગામના લોકોમાં શોકનો માહોલ પેદા થયેલ છે.

 

 

રિપોટર

ઉત્તમભાઇ પરમાર

ઝાલોદ

9979035955

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *