આ પરિવાર બનાવશે PM MODIના 71મા જન્મદિવસને ખાસ

216 Views

રાજ્યમાં સુરતના બ્રેડલાઈનર પરિવાર દ્વારા PM MODIના જન્મદિવસને યાદગાર બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક જાગૃતિ અને નરેન્દ્ર મોદીના ઉદ્દેશ્યને લોકો સુધી પહોંચાડવા માટેના બ્રેડલાઈનર પરિવાર કેક ફોર કોરોના વોરિયર્સ કાર્યક્રમનું આયોજન કરશે. બ્રેડલાઈનર પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સામાજિક જાગૃતિનો કાર્યક્રમની ઉજવણી કરે છે. કોરોના મહામારી સામે લડનાર કોરોના વોરિયર્સની મહેનત સંઘર્ષ અને હિંમતને કારણે અનેક લોકો કોરોના બિમારી સામેની જંગ જીતી શક્યા છે.

PM MODIના જન્મદિવસની ઉજવણી આ વખતે અલગ રીતે કરવામાં આવશે. કોવિડના નિયમોનું પાલન કરતા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે આ વર્ષે ડિજીટલ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. ડિજીટલ ઉજવણી દ્વારા બ્રેડલાઈનર વર્લ્ડ રેકોર્ડ સર્જવા જઈ રહ્યા છે. 711 કોરોના વોરિયર્સ ડિજીટલ કેક કટીંગ કરશે અને વર્લ્ડ રેકોર્ડ સર્જાશે.

કાર્યક્રમ બાદ કોરોના વોરિયર્સને સુરત, વાપી, વલસાડ, બારડોલી, વ્યારા, વડોદરા, ભરૂચ, અંકલેશ્વરમાં આવેલા બ્રેડલાઈનરના આઉટલેટમાંથી 500 ગ્રામની કેક આપવામાં આવશે. આ કેક કોરોના વોરિયર્સ ઘરે લઈને તેના પરિવાર સાથે કેક કટિંગ કરીને ઉજવણી કરશે. વડાપ્રધાન 70 વર્ષ પૂર્ણ કરીને 71માં વર્ષમાં પ્રવેશ કરશે. જેથી બ્રેડલાઈનર 711 કોરોના વોરિયર્સ 711 કિલોની કેક આપીને સન્માન કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી વડાપ્રધાન મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે બ્રેડલાઈનર પરિવાર દ્વારા જન્મદિનની ઉજવણીના ભાગરૂપે અનોખા સામાજિક સંદેશ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *