ગોધરા શહેર માં આવેલ ધી ગોધરા અર્બન કો.ઓ.બેંક તેમજ જનતા કો.ઓ.બેંક ની બહાર પાર્કિંગ નો અભાવ

141 Views

પંચમહાલ જિલ્લા નુ પાટનગર ગોધરા શહેર અનેક વાર ચર્ચાઓમાં રહ્યું છે ત્યારે આજ રોજ ગોધરા શહેર માં આવેલ ધી ગોધરા અર્બન કો.ઓ.બેંક તેમજ જનતા કો.ઓ બેંક ની બહાર પાર્કીંગ નો અભાવ જોવા મળ્યો છે.એક તરફ જિલ્લા પોલીસ પ્રશાસન ટ્રાફિક ની અડચણ દુર કરવા અનેક પ્રયત્નો કરી રહી છે ત્યારે ગોધરા શહેર બે (૨) નંબર પોલીસ ચોંકી ની સામેજ જનતા કો.ઓ.બેંકમાં કામકાજ અર્થે આવતા લોકો દ્વારા આડેધડ વાહનો પાર્કીંગ કરાતુ હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે જેના કારણે અવર જવર કરતા રાહદારીઓ ને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોંય તેમ દેખાય રહ્યું છે ત્યારે લોકો ના મણમાં એક મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે આખરે જનતા કો.ઓ.બેંક તેમજ અર્બન કો.ઓ બેંક ની બહાર આડેધડ પાર્કીંગ કોણી રહેમ નજર થી નજર અંદાજ કરવામાં આવે છે તેવી લોકચર્ચાઓ એ જોર પકડ્યું છે જ્યારે ધી ગોધરા અર્બન કો.ઓ બેંક ની બહાર તો મંદીર પણ આવેલું હોંય અને મંદીર ના મુખ્ય દ્વાર સામે પાર્કીંગ થતુ જોવા મળ્યુ છે આખરે આ બાબતે ક્યારે યોગ્ય પગલા લેવાશે તે એક મોટો ચર્ચનો વિષય છે

 

અહેવાલ :- શોએબ પટેલ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *