કીંગ કોબ્રા કરડી જતાં પિતા-પુત્રને લઈ જવામાં આવ્યા તાંત્રિક પાસે, જીવિત કરવા તાંત્રિકે જે કર્યુ એ વાંચીને તમારા પણ રૂંવાડા થઇ જશે ઉભા

624 Views

રાજસ્થાનના ધોલપુરમાં કોબ્રા સાપે કરડી લેતા પિતા અને પુત્રનું મૃત્યુ થયું છે. આ ઘટના દરિયાપુર ગામની જણાવવામા આવી રહી છે. સાપે અહીં 27 વર્ષના એક પિતા ને તેના કાન પાસે કરડી લીધા હતા અને તેની ઉંઘ ઉડી ગઈ હતી. ત્યાર પછી તણે જોયું તો તેમના કાને સાપ ચોંટેલો હતો અને લોહી વહી રહ્યું હતું. તેમણે તરત જ તે કાનને પકડીને દૂર ફેંકી દીધો હતો. પરિવારજનોની બૂમરાણથી ગામના લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને ત્યાર બાદ તેને તરત જ ઝાડ ફૂંક કરવા માટે ગામની નજીક આવેલા બરીપુરામાં લઈ જવામાં આવ્યા હતા.

image source

થોડીવાર ખબર મળ્યા કે તે વ્યક્તિના 12 વર્ષના દીકરાને પણ સાપ કરડી ગયો છે. તેને દેખાવાનું બંધ થઈ ગયું હતું અને તેને તરત જ લોકો હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેનું સારવાર દરમાયન મૃત્યુ થઈ ગયું હતું. દીકારના મૃત્યુના સમાચાર સાંભળીને પિતાની તબિયત પણ વધારે ખરાબ થઈ ગઈ અને પરિવારજનો તેને ગ્વાલિયરની હોસ્પિટલમાં લઈ જવાની તૈયારી કરવા લાગ્યા. પણ રસ્તામાંજ તેનું મૃત્યુ થઈ ગયું. આ ઘટનાથી ગામ આખું શોકાતુર થઈ ગયું છે. તો વળી કુટુંબીજનો પણ ખૂબ રડી રહ્યા છે.

image source

આ દરમિયાન વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને સાપને પકડવાનો પ્રયાસ કરવા લાગી. અંધારું થઈ જવાથી સાપ તેમની પકડમાં નહોતો આવી શક્યો. સ્થાનીક લોકોનું કહેવું છે કે મહેશને ઝાડ-ફૂંક કરાવવાની જગ્યાએ સીધો જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હોત તો કદાચ તેનો જીવ બચી શક્યો હોત.

image source

પિતા પુત્રના મૃત્યુ બાદ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને શવને હોસ્પિટલના શવ ગૃહમાં પહોંચાડવાની કામગીરી શરૂ કરી હતી. પણ પરિવારજનો પિતા – પુત્રને મૃત નહોતો સમજી રહ્યા અને કહેતા હતા કે શરીરમાંથી પરસેવો આવી રહ્યો છે માટે બન્નેને શવને ઝાડ ફૂંક કરવા માટે કોઈ દેવતાના સ્થળ પર લઈ ગયા. પણ બન્નેનું મૃત્યુ પહેલાં જ થઈ ગયું હતું. મૃતક રસ્તા પર આવેલા કાચા મકાનમાં રહીને પોતાના પરિવાર માટે એક લારી પર ધંધો કરીને ગુજરાન ચલાવતો હતો. ઘરની આસપાસ ચારે તરફ વૃક્ષો અને ઝાડીઓ છે.

imae source

વન વિભાગના રેંજરે જણાવ્યું હતું કે સાપની જાણકારી મળતાં જ વન સંરક્ષક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પણ રાત ખૂબ ઘેરાઈ ગઈ હોવાથી અને તેમનું મકાન જંગલમાં બનેલું હોવાથી સાપ પકડવો મુશ્કેલ થઈ ગયો હતો. સાપના કરડ્યા બાદ બેદરકારી દાખવવાથી બન્ને વ્યક્તિના મૃત્યુ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *