અંબાજીમાં આવેલ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં…

444 Views

બનાસકાંઠાનો પછાત ગણાતો એવો દાતા તાલુકો અને આ દાતા તાલુકામાં આવેલી એક માત્ર અદ્યતન હોસ્પિટલ એટલે અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ એ જાણે નામની અદ્યતન હોસ્પિટલ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે આ હોસ્પિટલ અનેકવાર વિવાદમાં આવી છે ત્યારે ફરી એકવાર આ હોસ્પિટલ વિવાદમાં છે અંબાજી હોસ્પિટલે હાઇવે માર્ગ પર આવેલી છે તે પહાડી અને જંગલો વાળો વિસ્તાર હોય અને  અંબાજી શહેરથી આશરે બે કિલોમીટર જેટલી દૂર છે જ્યારે રાતના સુમારે હોસ્પિટલ નો માર્ગ સૂમસામ બની જતો હોય છે ત્યારે હોસ્પિટલ ના માર્ગ પર જે લાઇટો લગાવેલી છે તે ફક્ત દેખાવ પૂરતી  લગાવેલી હોય તેવું લાગે છે આશરે ૧૫ જેટલી લાઈટો હોસ્પિટલના માર્ગ પર લગાવેલું છે પણ માત્ર એકાદ જ  લાઈટ ચાલુ જોવા મળે છે બાકીની બધી લાઈટો શોભાના ગાંઠિયા સમાન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે

અને ફક્ત દેખાવા પૂરતી આ લાઈટો લગાવવામાં આવેલી હોય તેવું લાગી રહ્યું છે એટલું જ નહીં આ માર્ગ પર જો કોઈ મોડી રાત્રે સામે આવે તો પણ ન દેખાય એટલું ઘોર અંધારું થઈ જવા પામે છે એટલું જ નહીં હાલમાં ચોમાસાની વરસાદી સિઝન હોય અનેક જીવજંતુઓ પણ બહાર આવતા હોય છે ત્યારે તાજેતરમાં જ અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ ના માર્ગ પર એક અજગર પણ  જોવા મળ્યો હતો ત્યારે ચોક્કસપણે કહી શકાય કે લોકો સહિત દર્દીઓમાં પણ ભય સેવાઈ રહી છે ત્યારે  હોસ્પિટલના સત્તાધીશો જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે લોકોને આ બંધ હાલતમાં પડેલી લાઇટો દેખાતી હોય છે પણ આ હોસ્પિટલના સત્તાધીશોને લાઈટો કેમ નથી દેખાતી કે પછી આંખ આડા કાન કરી દેતા હોય તેવું લાગી રહ્યું છે એટલું જ નહીં હોસ્પિટલ નજીક હોસ્પિટલના કર્મચારીઓને પણ  ક્વાટર આપેલા છે અને હોસ્પિટલના અમુક કર્મચારીઓ પણ ત્યાં રહેતા હોય છે તેમ છતાં તેમને  આ બેદરકારી  કેમ નજરે પડતી નથી તેવી ચર્ચા હાલમાં અંબાજી પંથકમાં લોક મુખે જોર પકડ્યું છે..

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *