ઉર્મિલાને અભદ્ર શબ્દો કહીને કંગનાએ બોલિવૂડમાં ફફડાટ મચાવ્યો, રનૌતે જાહેર કરી દીધું કે-હું ભાજપની ટિકિટ લેવા માંગુ છું

1,113 Views

સુશાંત સિંહ રાજપૂત કેસમાં પહેલાંથી જ બેબાક થઈને બોલતી અભિનેત્રી કંગના રનૌતનો વિવાદ હવે બોલિવૂડના કેટલાય સ્ટાર સાથે વધતો જોવા મળી રહ્યો છે. સંજય રાઉત સાથે એક ટ્વીટથી શરૂ થયેલો વિવાદ આજે અડધા બોલિવૂડને મેદાને લઈ આવ્યો છે.

image source

ત્યારે હવે કંગના રનૌત તથા બોલિવૂડ વચ્ચેના વધતા વિવાદમાં કંગનાએ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરને સોફ્ટ પોર્ન સ્ટાર કહીને નવો જ વિવાદ ઊભો કર્યો છે. એક ઈન્ટરવ્યૂમાં ઉર્મિલાએ કહ્યું હતું કે જો કંગના ડ્રગ્સ અંગે આટલી બધી ચિંતિત છે તો તેણે પોતાના રાજ્ય (હિમાચલ પ્રદેશ)થી આની શરૂઆત કરવી જોઈએ. ભારતમાં હિમાચલ પ્રદેશથી જ ડ્રગ્સની શરૂઆત થઈ છે. તો વળી કંગનાએ પણ ટ્વિટર પર કહ્યું હતું કે તે ક્ષત્રિય છે અને તે માથું કાપી શકે છે પરંતુ માથું ઝૂકાવી શકતી નથી.

 

હું ભાજપની ટિકિટ લેવા માગું છું

image source

ઉર્મિલાને બેબાક થઈને જવાબ આપતા કંગનાએ કહ્યું હતું, ‘મેં ઉર્મિલાનો અપમાનજનક ઈન્ટરવ્યૂ જોયો છે. તેણે જે રીતે મારા અંગે વાત કરી અને મને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. મારા સંઘર્ષની મજાક ઉડાવી. તે મારી પર એટલા માટે હુમલો કરી રહી છે, કારણ કે હું ભાજપની ટિકિટ લેવા માગું છું. જો કે, મારા માટે આ વાત બહુ મુશ્કેલ નથી ઉર્મિલા સોફ્ટ પોર્ન સ્ટાર છે. મને ખ્યાલ છે આ થોડું યોગ્ય નથી પરંતુ સ્પષ્ટ રીતે તે પોતાની એક્ટિંગ માટે તો ઓળખીતી નથી જ. તે કઈ વાતને કારણે જાણીતી છે? સોફ્ટ પોર્ન કરવા માટે. જો આમ હોવા છતાં તેને તેને ટિકિટ મળી શકતી હોય તો મને કેમ ના મળી શકે.

નામ-પૈસા અને લોકપ્રિયતા, બધું જ મુંબઈ તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કારણે છે

image source

ઉર્મિલાએ એક ઈન્ટરવ્યૂમાં કંગના રનૌત વિશે કહ્યું હતું, ‘તે દાવો કરી રહી છે કે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ડ્રગ માફિયા છે, આ અંગે હું શું બોલુ એનો મને કોઈ ખ્યાલ નથી આવી રહ્યો, આ વાત ખુબ વધુ પડતી થઈ રહી છે. આજે તમને જે પણ મળ્યું છે, નામ-પૈસા અને લોકપ્રિયતા, બધું જ મુંબઈ તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કારણે છે. તમે શા માટે ઘણા વર્ષો સુધી આ વાત ન કરી અને હવે છેલ્લાં થોડાં મહિનાથી જ આવી વાતો કરવા લાગ્યા છો. તમને કેમ ઈન્ડસ્ટ્રીમાં બધાથી આટલો વાંધો આવવા લાગ્યો. આ સમયે આવું કરવું એ થોડું હાસ્યાસ્પદ લાગે છે. દરેક વસ્તુ થોડી કઠોર બની ગઈ હોય તેમ લાગે છે. આ રીતે કંગના પર નિશાન સાધીને ઉર્મિલાએ પણ વિવાદને વેગ આપ્યો હતો.

સ્વરા ભાસ્કરે પોતાની ટ્વીટમાં કહ્યું હતું કે….

 

જો કે કંગના અને ઉર્મિલાના આ વિવાદનો પગ પેસારો બોલિવૂડ સેલેબ્સમાં પણ જોવા મળ્યો હતો અને ઘણા લોકોએ ઉર્મિલાનો સપોર્ટ કર્યો હતો. સ્વરા ભાસ્કરે પોતાની ટ્વીટમાં કહ્યું હતું, ‘ડિયર ઉર્મિલા માતોંડકરજી તમે ‘મૌસમ’, ‘ચમત્કાર’, ‘રંગીલા’, ‘જુદાઈ’, ‘દૌડ’, ‘સત્યા’, ‘ભૂત’, ‘કૌન’, ‘જંગલ’, ‘પ્યાર તૂને ક્યા કિયા’, ‘તેજાબ’, ‘પિંજર’, ‘એક હસીના થી’ જેવી ફિલ્મમાં આઉટસ્ટેન્ડિંગ પર્ફોમન્સ કર્યું છે અને લોકપ્રિય બન્યા છો.’લ તમારો ડાન્સ પણ એટલો શાનદાર હતો, લવ યુ મેમ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *