સુરતમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરતા બિલ્ડરે કર્યો આપઘાત

394 Views

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સુંદરમ સોસાયટીમાં કિરીટ પટેલ નામનો યુવક પરિવારની સાથે રહેતો હતો. કિરીટ સ્કૂલવાન ચલાવતો હતો અને લોકડાઉનમાં ધનવંતરી રથમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. કિરીટ પટેલને સુરતના કતારગામ વેડ રોડ સ્થિત આવેલી એક જમીન મામલે મગન દેસાઈ નામના વ્યક્તિ પાસેથી પૈસા લેવાના નીકળતા હતાં મગન દેસાઈ દેસાઈ બિલ્ડર છે. મગન દેસાઈએ પૈસા ન આપતા કિરીટ પટેલે વ્યાજે પૈસા લીધા હતા. આર્થિક સંકડામણમાં આવેલો કિરીટ પટેલ સમયસર વ્યાજખોરોને લીધેલા પૈસાનું વ્યાજ ન ચૂકવી શકતા વ્યાજખોરો તેને પરેશાન કરતા હતા. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે આર્થિક સંકડામણમાં આવેલા કિરીટ પટેલ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કર્યો હતો.

આપઘાત કરતા પહેલા કિરીટ પટેલે બે પાનાની સ્યૂસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, પોલીસ સાહેબ હું કિરીટભાઈ પટેલ મારું દેવું વધી ગયું છે આથી હું આત્મહત્યા કરૂ છું. મારી પાસે વ્યાજવાળા દબાણ કરે છે. હવે આવી મંદમાં હું પૈસા ક્યાંથી લાવું. મગન દેસાઈ પાસેથી મારે મારા પૈસા લેવાના છે અને તેનો કેસ ચાલે છે. ગુરુકુળ ચોકીમાં પણ બધુ લખાવ્યું છે. વ્યાજવાળા મારુ ઘર લઈ લેવા માગે છે. મારા ફોનમાં કોલ રેકોર્ડિંગ છે, તે તમે સાંભળજો વ્યાજવાળાના નામ પણ આવી જશે. મારા ઘરવાળાને કોઈ હેરાન ન કરે તે જોજો. બોલ લખવાનો મારી પાસે ટાઈમ નથી. તમારા પર પૂરો ભરોસો છે. મગનભાઈ દેસાઈએ મારા પૈસા આપી દીધા હોય તો મારા પર દેવું ન થાત મગનભાઈએ મારી સાથે ગદ્દારી કરી છે એટલે હું દેવામાં ડૂબી ગયો છું. મારા પરિવારને કોઈ હેરાન ન કરે તે જોજો મહેરબાની તમારી.

કિરીટ પટેલ આપઘાત કર્યો હોવાની જાણ પાડોશી અને પરિવારજનોને થતા તેમને તાત્કાલિક સમગ્ર ઘટનાની માહિતી પોલીસને આપી હતી. તેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કિરીટ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *