રામનવમી હિન્દુ સંસ્કૃતિ માટે મહત્વનો તહેવાર છે, વિષ્ણુના સાતમા અવતાર એટલે રામ, સમાજ અસત્ય, અપ્રામાણિકતા, દુરાચાર, વધવા લાગ્યા ત્યારે તેમનો નાશ કરવા માટે ભગવાન શ્રી રામે પૃથ્વી પર અવતાર લીધો, ભગવાન રામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ બપોરે 12 વાગે થયો હતો, ભગવાન રામનો જન્મોત્સવ આખાં ભારત વર્ષમા ધામધૂમ પૂર્વક ઉજવવામા આવે છે.
ઝાલોદ નગરમાં ભગવાન રામના જન્મોત્સવના દિવસે સવારે પ્રભાતફેરી કાઢવામાં આવી હતી, બપોરે બાર વાગે ગીતામંદિર પર શ્રીરામ ભગવાનનો જન્મ કરવામાં આવ્યો મંદીરના ઘંટનાદ અને શંખનાદ થી મંદીર ગુંજી ઉઠયું હતું હાજર સૌ રામભક્તો દ્વારા જય શ્રી રામના નાદથી ભગવાન ના જન્મ ને વધાવી લીધો હતો ત્યાર બાદ નગર મા ભવ્ય બાઇક રેલી નું આયોજન કરાયું તેમાં ખુબજ વિશાળ સંખ્યામાં યુવાનો જોડાયા હતા ત્યાર બાદ ગીતામંદિર પર વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભગવાનના ભજન કરવામાં આવ્યું અને આખું વાતાવરણ ભક્તિમય થઇ ગયું હતું
ઝાલોદ નગરમા રામસેના, બજરંગદળ,વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આખાં ઝાલોદ નગરને રોશની અને ભગવા ધ્વજાથી સજાવી દેવામાં આવ્યું હતું ,કોરોના પછી એટલે કે 2 વર્ષ પછી શ્રીરામ જન્મોત્સવને ઉજવવા માટે યુવા વર્ગમા અનેરો ઉત્સાહ જોવાતો હતો, આ વખતે ઝાલોદ નગરમાં બરોડાનું પ્રખ્યાત ભટ્ટ ડીજે બોલાવવામાં આવ્યું હતું, દરેક હિન્દુ પ્રેમી ભગવા ઝંડા નીચે એક સમાન લાગતા હતા, ભગવાન રામની શોભાયાત્રામા હિન્દુ સમાજના દરેક મહિલા સત્સંગ મંડળો જોડાયા હતા, ભગવાન રામની શોભાયાત્રામાં બાળક, વૃધ્ધ, તેમજ નવયુવાન વર્ગ ખૂબ જ ઉત્સાહ થી જોડાયેલ હતા,આખી શોભાયાત્રા દરમિયાન દરેક વર્ગ નાચતા ઝૂમતા જોવા મળતા હતા, આખું ઝાલોદ નગર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠયું હતું, ભગવાન રામની શોભાયાત્રા જ્યાં થી પણ પસાર થતી ત્યાં પુષ્પ વર્ષા થી લોકો સ્વાગત કરતા જોવા મળ્યા હતા દરેક જગ્યાએ શોભાયાત્રામા જોડાનાર લોકો માટે પાણી અને સરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી ,ભગવા ઝંડા અને રામજી ની વિરાટ પ્રતિમા જોઈ સૌ હિન્દુ પ્રેમી ગર્વ અનુભવ કરતું હતુ
છેલ્લે રામજીની શોભાયાત્રા ટીટોડી આશ્રમ પર આવી અને ત્યાં ભગવાન શ્રી રામની મહાઆરતી કરવામાં આવી,છેલ્લે મહાપ્રસાદનો લાભ ઝાલોદ નગરના સૌ રામભક્તો એ લીધો હતો આમ દિવસભરનો પ્રોગ્રામ ખૂબજ ઉત્સાહ જનક રહ્યો હતો દરેક હિન્દુઓના ચેહરા પર અનેરો ઉત્સાહ જોવાતો જોવા મળતો હતો