રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થામાં કૌભાંડ સામે આવ્યું

110 Views

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થામાં કૌભાંડ સામે આવ્યું છે. કોંગ્રેસ નેતાએ ગોંડલ નાગરિક બેંકમાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નાગરિક બેંકના ચેરમેન જ્યંતિ ઢોલ પર કૌભાંડના આક્ષેપ કરાયા છે. જયંતિ ઢોલ પર તેમના વેવાઇના ભાઇને પટ્ટાવાળાની નોકરી આપવાનો આરોપ છે. નિવૃત્ત કર્મચારીને ચેરમેન જયંતિ ઢોલે ફરી 60 હજારના પગારે લેતા વિવાદ થયો છે…

પટ્ટાવાળાને 30 હજારના પગારના બદલે 60 હજારના પગારે લેતા જયંતિ ઢોલ સામે આક્ષેપ કરાયા છે. ગોંડલ નાગરિક બેન્કના ચેરમેન જયંતી ઢોલ પોતાની ઘરની બેંક સમજે છે?. નિવૃત્ત કર્મચારીને કેમ ફરી ફૂલ પગાર પર લીધા?. પટ્ટાવાળાને 30 હજારને બદલે 60 હજાર પગાર કેમ આપ્યો ?. આ ઉપરાંત રાજ બેંકમાંથી રીટાયર્ડ થયેલ શેખડા ને પણજયંતિ ઢોલ દ્વારા નાગરીક બેંક માં નોકરીમાં રખાયા છે હજુ આવા કેટલા લોકોને લીધા છે..?

આ રીતે સગા વ્હાલા વાદ અને જ્ઞાતિવાદ કરી ને જો નોકરી આપશો તો બીજા લોકો શું કરશે .?

જે લોકો ને પહેલા ગોંડલ નાગરીક બેંકમાં નોકરી માં રાખવામાં આવ્યા હતા તેમાંથી અમુક લોકો ને જયંતિ ઢોલ નાં ચેરમેન બન્યા બાદ બેંક માંથી છુટા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે રુતભ પરમારની ઉપવાસ આંદોલનની ચીમકી..?

આ બાબતે જયંતિભાઈ ઢોલ સાથે વાતચીત કરતા તેઓએ જણાવેલ કે અમે કોઈને છુટા કર્યા નથી અને કોઈને નોકરીમાં લીધા પણ નથી..

જે સંપટ ની વાત છે તે બેંકનો જુનો કર્મચારી છે અને તેને એક વર્ષ માટે એસ્ટેનશન આપ્યુ છે..

બેંક માંથી રીટાયર્ડ થયેલ શેખડાભાઈ અને અન્ય મેનેજર ની બેંક ને જરૂર હોવાથી તેમને નોકરીમાં લીધા હોવાનું જયંતીભાઈ ઢોલે સ્વીકાર્યું છે…

તદ ઉપરાંત તેઓએ જણાવેલ કે યતિષભાઈ દેસાઇ એ પ્રોબેશન પીરીયડ માં રાખેલા ને પણ તેને કાયમી કર્યા છે…

વધુમાં જયંતિભાઈ ઢોલે જણાવેલ કે હું આજે તો બહાર છું સોમવારે બેંકે આવજો અથવા ફોન કરજો કોને રાખ્યા છે અને કોને છુટા કર્યા છે તેનું લીસ્ટ પણ આપીશ…

ઉલ્લેખનીય છે કે સરકારશ્રી દ્વારા આત્મ નિર્ભર લોનની જાહેરાત કરવામાં આવેલ ત્યારે તે લોન વિશે જેમતેમ બોલતા જયંતિ ઢોલની ઓડીયો કલીપ વાયરલ થયેલી ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી જયંતિભાઈ ઢોલે વાતને ફેરવી તોળેલી અને ત્યારબાદ તે લોનનાં ફોર્મ વિતરણ કરવા તે પોતેજ બેસેલા તે આત્મ નિર્ભર લોન માં પણ વ્હાલા દવલા અને ગોટાળા થયા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે…

પરંતુ તે વિશે લોન કોને કોને આપવામાં આવી છે અને તે લોનમાં સબમીટ કરેલ લોનીના કાગળો ની તપાસ થાય તો સાચા ખોટાની ખબર પડી જાય કે આત્મનિર્ભર લોન ખરેખર જરૂરીયાત હોય તેને આપવામાં આવી છે કે પછી તેમાં પણ વ્હાલા દવલા કે જ્ઞાતિવાદ નું કાંઈ કૌભાંડ આચવામાં આવ્યું છે..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *