ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1432 કેસ , 1470 દર્દી સાજા થયા, રિકવરી રેટ 84.12%

187 Views

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1432 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1470 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 16 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3305 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં (SURAT Coronavirus updates) 281 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 121930 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,054 છે. આજે રાજ્યમાં કુલ 61,432 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 84.12 ટકા છે.

રાજ્યમાં કોરોનાના કારણે 16 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 5, અમદાવાદમાં 3, વડોદરા, ભાવનગરમાં 2-2, જ્યારે અમરેલી, ગાંધીનગર, કચ્છ અને રાજકોટમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 257, અમદાવાદમાં 184, રાજકોટમાં 201, જામનગરમાં 117, વડોદરામાં 138 સહિત કુલ 1470 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે

રાજ્યમાં અત્યારે કુલ 16,054 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 97 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 15,957 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 102571 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *