ઝાલોદના ધાવડીયા ગામે દેશી દારૂનો જથ્થો ઝડપાયો

450 Views

ઝાલોદ -દોહદ જીલ્લાનો ઝાલોદ તાલુકોમાં અવારનવાર દારૂના વેચાણ કરતા માફીયાઓ પોલીસના હાથે ઝડપાયા હોય તેવા સમાચારો અખબારોમાં છપાઈ હોય તે કોઈ નવાઈની વાત નથી. દરરોજ કોઈકને કોઈક ગામમાં દેશી કે અંગ્રેજી દારૂનો વેચાણ કરતી પ્રવૃતિ ઉલ્લેખ ક્યાંકને ક્યાંક આવી જાય છે. હવે તો આ પ્રવૃતિ ઝાલોદ તાલુકા માટે સામાન્ય બની ગઈ છે.

આજ રોજ પણ ઝાલોદ પોલીસને ખાનગી બાતમી મળતા ધાવડીયા ગામે ભુરીભાટી ફળીયામાં દેશી દારૂનો વેચાણ થઈ રહ્યો છે તેવી જાણ થઈ હતી. તે બાતમીના આધારે પોલીસ ટીમે ગામમાં તાપસ અર્થે ગયા હતા. ત્યાં ભુરીભાટી ફળીયામાં રહેતા વિનોદભાઈ બીજલભાઈ ભાભોરના ઘરે તપાસ કરતા ઘર માલિક હાજર ન મળ્યો હતો. વિનોદભાઈનો ઘર ખુલ્લો હોઈ તેના ઘરમાં  પોલીસ કર્મીએ પ્રવેશીને ઝડતી લીધી હતી. ઝડતીમાં પ્રવાહી પદાર્થ એટલે કે મુદ્દામાલ પ્લાસ્ટીકની થેલીઓમાં મલી આવેલ હતો. પોલીશ કર્મીઓએ પ્રવાહીને સુંઘી ખાત્રી કરતા તેમાંથી દેશી દારૂ ભરેલાની તાજી પુષ્કળ વાસ આવી હતી. દેશી દારૂની ખાત્રી થતા 33 લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો.

આરોપી વિનોદભાઈ ભાભોર રહે ભુરી ઘાટી ફળીયું ગામ ધાવડીયા તા. ઝાલોદ સામે પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબ્જાના રહેણાંક ઘરમાં દેશી દારૂ ગેરકાયદેશર રાખીને વેચાણ કરવા સામે પ્રોહી. એક્ટ કલમ 65-એ. એ. મુજબ કાયદેરની ફરિયાદ ઝાદોલ પોલીશ સ્ટેશનમાં નોંધાઈ છે.

ધાવડીયા ગામમાં દેશી દારૂ પકડાતા આખા ગામમાં અરેરાટી સર્જાઈ છે. આવી પ્રવૃતિ તો ગામમાં દરરોજ અવારનવાર બને છે તે કોઈ નવાઈની વાત નથી તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે. અમરા રીપોર્ટએ ગામ તપાસ કરતા લોકોની ચર્ચા થએલી વાતોથી જાણવા મળ્યું છ કે – અમુક લોકો ચર્ચા કરતા જણાયા છે કે હવે વિનોદભાઈનો શું થશે, તો અમુક લોકો ચર્ચા કરી રહ્યા છે કે કશું થવાનું નથી આ તો માત્ર નાટક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *