આદિવાસી ક્ષેત્રમાં દરરોજ દારૂ પીને જાહેરમાં ધમાલ કરનારાઓ કલમ 85 નું ભંગ કરતા જોવા મળે છે.

227 Views

દાહોદ – ફતેપૂરા – તા – 19 – ફતેપુરા તાલુકાની પોસીશ પેટ્રોલીંગમાં ઉખરેલી ત્રણ રસ્તા પાસે એક ઈસમ જાહેરમાં લથડીયા ખાતો બુમબરાડ ગાળો આપતો જતતો હતો. તે દરમ્યાન પોલીશ કર્મીએ તેને ઉભો રાખી જોતા તેણે દારૂ પીધેલી હાલમાં જણાયો હતો. દારૂડીયાનું નામ-ધામ પૂછતા તેણે તોતલાતી જીભે પોતનું નામ સંજયભાઈ ચંદુભાઈ બારીયા રહે જવેસી હોળી ફળીયું ફતેપુરા જણાવ્યું હતું. દારૂડીયાના હાલત જોતા તે દારૂના નશામાં ઘેરાયેલી લાલચોળ જણાયું હતું. દારૂડીયાનુ મોઢુ ખોલાવી સુંઘી સુંઘાડી જોતા દારૂ પીધેલાની તાજી તીવ્ર વાસ આવતી હતી અને તેને ચલાવી જોતા ત પોતાના શરીરની સંભાળ રાકી શકતો નથી તેવું પોલીશ ફરીયાદમાં જણાવેલ છે. ફરીયાદમાં જાણવા મળે છે કે પ્રોહી પ્રતીબંધક એરીયામાં દારૂ પીવા બાબતે કોઈ પાસ પરમીટ કે આધાર ન હોવાના કારણે તેને કપડઈને તેના વીરૂદ્ધમાં કલમ – 85 મુજબ કાયદેરસરની ફરીયાદ નોંધવામા આવેલી છે.

આદીવાસી વિસ્તારની આ દારૂ પીવાનું સંસ્કૃતિનો ભાગ બની ગયો છે. તેમના લોક ગીતોમાં પણ દારૂ પીવાનો ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે. આદિવાસી વિસ્તારમાં કલમ 85નું દરરોજ ભંગ થતું હોય તેવું જાહેરમાં જોવા મળે છે. છતાં કાયદાના રખેવાડ દ્વારા એક સેમ્પલને પકડી પાડ્યું હતું. આમતો  આ વિસ્તારમાં પોલીશ કર્મીઓને પેટ્રોલીંગ કરતા અનેક આવા નમૂનાઓ મળતા હોય છે. જો આવા નમૂનાઓ સામે ફરીયાદ નોંધવામાં આવે તો કોર્ટોની કાર્યવાહી વધી જાય તેવું ડર લાગતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *