બાપુનગરમાં છૂટક વેચાણ કરવા માટે CRPF કોન્સ્ટેબલ ઈંગ્લીશ દારૂ આપતો હતો.

645 Views

બાપુનગર,  તા. – 20 – આજ રોજ બાપૂનગરના સમજૂબા હોસ્પિટલ પાસે બાતમીના આધારે એક હિરો હોન્ડા બાઈકને તપાસ કરતા કાળા કલરની બેકમાં ભારતીય બનાવટનો ગ્લીશદારૂ મળી આવેલ હતો. આરોપીને વધુ પુછપરછ કરતા તેણે પોતાનું નામ ભદ્રેશભાઈ લાભુભાઈ પટેલ ઉમ. 33 રહે કર્ણાવતી એપાર્ટમેન્ટ છેલ્લા બસસ્ટેન્ડ બાપૂનનગર અમદાબાદ શહેર હોવાનું જણાવેલ હતું. આરોપી ઈગ્લીશદારૂ લઈને ચંદ્રપ્રસાદ દેસાઈ હોલ તરફથી બાપૂનગર છેલ્લા બસ સ્ટેન્ડ તરફ જતો હતો. બેગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટીની સીલ બંધ બોટલ મળી આવી હતી તેની કિંમત આશરે 600/- રૂપિયા છે. પકડાયેલ આરોપી પાસેથી મલી આવેલ વિદેશી દારૂની બોટલ બાબતે પુછતા તેણે મિત્ર જીજ્ઞેશ ગોવિંદભાઈ પરાઘીની માહિતી આપી હતી. આ મિત્ર મહેનતપુરા આંબેડકર ચોક આંબાવાડી અમદાવાદમાં રહે છે તેવું જણાવ્યું હતું. જીજ્ઞેશ પારઘી એક કોન્સ્ટેબલ તરીકે CRPF બટાલીયન દિલ્લી ખાતે નોકરી કરે છે. તેની પાસેથી ઈગ્લીશ દારૂ વેચામ કરવા માટે લાવેલ હતો તેવું બાપૂનગર પોલીશ ફરીયાદમાં લખાવેલું હોય તેવું જામણવા મળ્યું છે.

બાપૂનગર સમજુબા હોસ્પિટલ પાસે જાહેર રોડ પર પોતના હિરો હોન્ડાપર વગર પાસ પરમીટે વિદેશી દારૂની બોટલ વેચાણ કરવા અર્થે પોતાના મિત્ર CRPF કોસ્ટેબલ (દિલ્લી) લાવેલ હતો. આરોપી પાસેથી માલમુદ્દો મોબાઈલ ફોન. રોકડા નાણાં, હિરો હોન્ડા મોટરસાયઈકલ સાથે મળી આવેલ છે. અને નહી પકડાયેલ જીજ્ઞેશ ગોવિંદભાઈ પારઘી વિરૂદ્ધ પ્રી. કલમ લગાડીને કાયદેર તપાસ કરવા ફરીદાય બાપૂનગર પોલિશ સ્ટેશનમાં તા. 20-9-2020ના રોજ નોંધાયેલ જાણવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *