ગુજરાત વિધાનસભામાં કોરોનાની એન્ટ્રી,આટલા ધારાસભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ…

372 Views
  • વિધાનસભાનું સત્ર પહેલા ગુજરાતના ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરાયા
  • કોંગ્રેસના 3 ધારાસભ્યો અને ભાજપના 4 ધારાસભ્યોના રિપોર્ટ પોઝિટિવ

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થવા જઇ રહ્યું છે ત્યારે આ પહેલા વિધાનસભા સંકુલમાં ધારાસભ્યોનો કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી.નોંધનીય છે કે, જે ધારાસભ્યોના કોરોના ટેસ્ટ બાકી છે તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં કોંગ્રેસના વિરજી ઠુમ્મર, ધાનેરાના ધારાસભ્ય નાથાભાઇ પટેલ, નાથા પટેલ અને પુના ગામિત, સાણંદના કનુ પટેલ, લલિત કગથરા એમ 3 ધારાસભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જો કે, હજીપણ ધારાસભ્યોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, ગઇકાલે બાયડના MLA જશુ બારડનો પણ રિપોર્ટ આવ્યો હતો.

ધારાસભ્યોના ટેસ્ટ કરવામાં આવશેઃ નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સચિવાલયમાં કોરોના પગપેસારા મામલે ગઇકાલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સચિવાલયમાં હજારો કર્મચારી કામ કરે છે. સચિવાલયના દરેક કર્મચારીનો ટેસ્ટ કરાશે. આવતીકાલે ધારાસભ્યોના ટેસ્ટ કરવામાં આવશે. ધારાસભ્યો નેગેટિવ સર્ટિફેકેટ આધારે પ્રવેશ અપાશે. કન્ટેનમેન્ટ ઝોન મુદ્દે તેમણે કહ્યું હતું કે, એક કે બે કર્મચારી પોઝિટિવ આવે તો આખો વિભાગ બંધ ન થાય.

વિધાનસભા અને સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા અને સચિવાલયમાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. આજે વિધાનસભામાં 4 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યા છે. તો કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની ઓફિસમાં 3 કર્મચારીને કોરોના થયો છે. જ્યારે મંત્રી ઇશ્વર પટેલની ઓફિસમાં 2 કર્મચારીને કોરોના થયો છે. મહત્વનું છે કે, 21મી સપ્ટેમ્બરથી શરૂ થાય છે વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *