ગાંધીનગર સચિવાલયમાં PI પ્રિતેશ પટેલ આત્મહત્યા મામલો….

333 Views

ગાંધીનગર સચિવાલયમાં સલામતી શાખાના પીઆઇ ૪૧ વર્ષીય પ્રિતેશ પટેલે સચિવાલય સંકુલમાં ગૃહવિભાગની સામે આવેલા પાર્કિંગમાં પોતાની કારમાં સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો હતો પીઆઈ પ્રિતેશ પટેલે આત્મહત્યા કરી લેતા તેમના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. વતન બાયડ પંથકમાં ભારે શોકગ્ની છવાઈ હતી.

પીઆઈ પટેલના મૃતદેહને માદરે વતન બાયડમાં લવાતા અરવલ્લી પોલીસે પીઆઈ પ્રિતેશ પટેલના પાર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ગાર્ડ ઓફ ઓનર બાયડ મહિલા પીઆઈ ગોહિલ ઉપસ્થિતિમાં અપાયું હતું પીઆઈ પી.જે.પટેલની અંતિમવિધિમાં સમાજના અગ્રણીઓ અને શહેરના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા બાયડના વેપારી પરિવારના પુત્ર એવા પીઆઈએ આત્મહત્યા કરી લેતા તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે.

શનિવારે મોડી રાત્રી સુધી પીઆઈ પ્રિતેશ પટેલ તેમના ઘરે ન પહોંચતા તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસે તપાસ કરતા આત્મહત્યાની આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું ૪૧ વર્ષીય પ્રિતેશ જે. પટેલે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયુ નથી. પરંતુ તેમની આત્મહત્યાથી વતન સહીત પોલીસ બેડામાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે.હાલ પોલીસ પી. જે. પટેલની આત્મહત્યા પાછળના કારણો શોધવામાં લાગી ગઇ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *