અમદાવાદમાં અનેક લોકોને પૈસા ડબલ કરી આપવાની લાલચે,સ્ટાર્ટઅપ ફાઉન્ડરે આચર્યું કૌભાંડ

582 Views

અમદાવાદમાં કાલપુર અને કારંજ પોલીસ સ્ટેશનના મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુશર કંપની લિમિટેડ અને યુ એન આઈ કંપની ફાઉન્ડર સૌરીન ભંડારી સહીત 9 શખ્સો સામે લાખોની છેતરપિંડીની ફરિયાદી નોંધાઈ. કારંજ પોલીસે 9 આરોપીની ધરપકડ કરી મુખ્ય આરોપી ફરાર સૌરીનની શોધખોળ શરુ કરી છે. અમદાવાદ ના કારંજ પોલીસ સ્ટેશનમાં મેટ્રો કોર્ટમાં વકીલાત કરતા એક વકીલ એ ફરિયાદ નોંધાવી છે કે મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુશર કંપની લિમિટેડ અને યુ એન આઈ કંપની ફાઉન્ડર સૌરીન ભંડારીએ સાથે તેમનો કોર્ટ માં સંપર્ક થયો હતો, ત્યારે સૌરીન ભંડારીએ એક એફડી કરવાની સ્કીમ આપી હતી. જે સ્કીમ માં પૈસા રોકવાથી વાર્ષિક ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપી હતી. એક વર્ષ સુધી ફરિયાદી વકીલને વ્યાજ મળ્યું હતું, ત્યાર બાદ વર્ષ 2019 અને 2020નું વ્યાજ ન મળતા ભોગબનાર વકીલને ખ્યાલ આવ્યો હતો કે પોતે છેતરાયો છે. જેના કારણે લાખોની છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી.સૌરીન ભંડારીએ ગ્રાહકોને ઉંચા વ્યાજની લાલચ આપીને પૈસા રોકવ્યા હતા. પોલીસે સૌરીન ભંડારીની પત્ની નેહા અને પિતા સહીત 10 લોકો સામે ફરિયાદ નોંધીને 9 લોકોની ધરપકડ કરી છે. જ્યારે સૌરીન ભંડારી હજુ પણ પોલીસની પકડથી દૂર છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સૌરીન ભંડારીએ હજારો લોકો સાથે લાખો કે કરોડોની છેતરપિંડી કરી છે, ત્યારે પોલીસે ભોગબનનારને પણ અપીલ કરી છે કે જો કોઈ ભોગ બન્યું હોય તો પોલીસ સ્ટેશન સમક્ષ આવી ફરિયાદ નોંધાવે.

મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુશર કંપની લિમિટેડ અને યુ એન આઈ કંપની ફાઉન્ડર સૌરીન ભંડારીએ આ બે નામથી અમદાવાદના નવરંગપુરા અને ગીતામંદીર ખાતે ઓફિસ શરુ કરીને લોકો ને ડેઇલી ડાયરી શરુ કરવા દરોજ પૈસા જમા કરવામાં આવતા હતા. વાર્ષિક ઉંચુ વ્યાજ ચુકવણું ગ્રાહકને વાયદો આપવામાં આવ્યો હતો. એક વર્ષ બાદ વ્યાજ આપવાનુ બંધ થઇ જાય લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *