વડોદરામાં સારવાર લઈ રહેલા દર્દીએ,જાતે જ ચાકુ મારી આત્મહત્યા કરી

264 Views

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીએ પોતાની જાતે જ ચપ્પુના ઘા મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો.
વડોદરા શેહરની સયાજી હોસ્પિટલ સુરેશ રતીલાલ શાહ નામની વ્યક્તિ સારવાર હેઠળ હતી છેલ્લા બે દિવસથી દર્દીની સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન સી-2 વોર્ડમાં દર્દીએ પોતાના હાતે તથા છાતીના ભાગે ચપ્પૂથી ઉપરાછપરી ઘા મારી લીધા હતા. જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેજ દરમ્યાન સુરેશભાઈનું મોત નીપજ્યું હતું. દર્દીએ કયા કારણોસર સયાજી હોસ્પિટલમાં આત્મહત્યા કરે તે એક ચર્ચાનો વિષય બન્યો છે. દર્દી સારવાર હેઠડ હોવા છતા તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *