છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ કોરોનાની ગાઇડલાઇન ભંગની ફરિયાદ

119 Views

છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખ વિરુદ્ધ કોરોના મહામારી ની ગાઇડલાઇન ભંગ ની ફરિયાદ નોંધાઈ છે.પોતે હોમ કોરોનટાઇન હોવા છતાં પાલિકા પ્રમુખ નરેન જયસ્વાલ સામે મહિલા ઉત્કર્ષ યોજનાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ આરોગ્ય અધિકારીએ ફરિયાદ નોંધાવી છે.

છોટાઉદેપુર નગર પાલિકા ના પ્રમુખ નરેન જયસ્વાલ ના ધર્મપત્ની અને પૂર્વ પાલિકા પ્રમુખ નેહાબેન , તેમના પુત્રવધુ, પૌત્ર અને ઘરકામ કરતી બહેન ને કોરોના પોઝેટીવ આવ્યો હોવા છતાં સરકારી ગાઈડ લાઈન મુજબ હોમ કોરોન્ટાઇન હોવા છતાં મહિલા ઉત્કર્ષ યોજના ના સરકારી કાર્યક્રમ માં હાજરી આપી હતી. પોતાના ઘરે છ સભ્ય માંથી ચાર સભ્યોને કોરોના પોઝેટીવ આવ્યો હોવા છતાં પોતે છોટાઉદેપુર નગરના પ્રથમ નાગરિક અને પાલિકા પ્રમુખ હોવા છતાં બેજવાબદારી પૂર્ણ વર્તન રાખી કોરોનટાઇન ગાઇડલાઇન નો ભંગ કર્યો હતો. સદર કાર્યક્રમમાં વડોદરાના ધારાસભ્ય જીતુભાઇ સુખડીયા, જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ સહીત આગેવાનો તેમજ અધિકારીઓ તેમજ 200 જેટલા નાગરિકો હાજર રહ્યા હતા. આ તમામ ના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી પાલિકા પ્રમુખ સ્ટેજ ઉપર બેસવાના મોહમાં ધારાસભ્ય ની બાજુમાં બેઠા હતા. જેની નોંધ ઓરસંગ સંદેશ એ લઇ આ બનાવને ઉજાગર કર્યો હતો.

આરોગ્ય વિભાગ , સરકારશ્રીની ગાઇડલાઇન અને જિલ્લા કલેકટર ના જાહેરનામા નો ભંગ કરવા બદલ તથા લોકોના જીવને જોખમમાં મુકવા બદલ આઇપીસી 1960 ની કલમ 188, સી.આર.પી.સી. સંબંધિત સેક્શન, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2055 ની કલમ 51 થી 58 અને કલમ 30 તથા 34, એપેડેમિક ડિસીઝ એક્ટ 1897 અને એપેડેમિક ડિસીઝ એક્ટ એમેડમેન્ટ ઓર્ડિનન્સ 2020 ની કલમ 11અને એક્ટ ને સંબન્ધિત કલમો હેઠળ શહેરી આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર તબસ્સુમ પીંજારા એ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *