અમદાવાદમાં પત્રકારને કોરોનાની સારવાર આપવામાં નિષ્કાળજી દાખવનાર સામે પગલાં ભરવા પત્રકાર સંઘની માંગ

117 Views

અમદાવાદ શહેરમાં પ્રાદેશિક ન્યુઝ ચેનલના પત્રકારને એસવીપી હોસ્પિટલ દ્વારા સારવાર આપવામાં ન આવતા સમગ્ર રાજ્યમાં વિરોધ વંટોળ ઉભો થયો છે. ત્યારે આજે વડોદરા શહેરના પત્રકારો દ્વાર કાળી પટ્ટી ધારણ કરી જિલ્લા કલેકટરને આવેદપત્ર થકી આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી.
ટીવી 9ના અમદાવાદ સ્થિત પત્રકાર જગ્નેશ પટેલ કોરોન ગ્રસ્ત થયા પછી અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત એસવીપી હોસ્પિટરની બહાર આઠ કલાક સુધી પડ્યા રહ્યા, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ જીગ્નેશ પટેલની ભરતી કરી તુરંત સારવાર કરવાનો આદેશ આપવા છતાં ડોક્ટર્સ હડતાળ પર ઉતરી જશે તેવી ભીતી અધિકારીઓએ બાડી સારવાર આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આખરે સરકારી હોસ્પિટલની બેદરકારી હોવા છતાં નીતિન પટેલે જીગ્નેશ પટેલને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યો હતો.
આ બધી બાબતમાં સરકારી તંત્ર દ્વારા કરવામાં આવતી સેવાઓનો ચિતાર નજર પડે છે. આમતો જેને માફક આવશે તેવા લોકો ખાનગી હોસ્પિટલમાં જઈ સારવાર લઈ શકે છે. પરંતુ કોઈગરીબ વ્યક્તી સરકારના ભરોસે રહેશે તો તેમનું પણ આવી હાલત થતી હશે તેવું લોકોમા ચર્ચા થતી જોવા મળી છે. લોકોમાં સરકારી તંત્ર ઉપર શંકાઓ માટેના વાદ-વિવાદીત ચર્ચા પણ જોવા મળે તો કોઈ નવાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *