જો આ તારીખ પહેલાં નહીં કરાવો આ કામ તો રેશન કાર્ડમાંથી તમારું નામ થઈ જશે કમી, અને નહીં મેળવી શકો સરકારી યોજનાના લાભો

1,197 Views

જો 30મી સપ્ટેમ્બર પહેલાં નહીં કરાવો આ કામ તો રેશન કાર્ડમાંથી તમારું નામ થઈ જશે કમી – નહીં મેળવી શકો સરકારી યોજનાના લાભો
સમગ્ર ભારત દેશમાં લગભગ 24 કરોડ લોકો રાશન કાર્ડ ધરાવે છે. અને તેને લઈને એક મોટા સમાચાર સાંભળવા મળ્યા છે. આધાર કાર્ડને તમારા મહત્ત્વના દસ્તાવેજો સાથે લીંક કરવામા આવી રહ્યું છે જેમાં રાશનકાર્ડનો પણ સમાવેશ થાય છે. અને હવે આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે લીંક કરવાની સમય સીમા પુરી થવા આવી છે. તેને હવે માત્ર 12 દિવસનો જ સમય બાકી રહ્યો છે. જો તમે મોડું કરશો અને આ સમયસીમા પૂર્ણ થઈ જશે તો ત્યાર બાદ તમે તમારું રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવી શકો. અને આમ થવાથી જે જે લોકોને રાશનકાર્ડના આધારે જે સરકારી મદદ મળી રહે છે તે મળતી બંધ થઈ જશે.

image source

30મી સપ્ટેમ્બર સુધીમાં આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે લીંક કરવાની સમયસીમા પૂરી થવા જઈ રહી છે. જો તમારે પણ સરકારી સેવાઓનો લાભ મેળવવો હોય તો મોડું કર્યા વગર જ તમારે આ કામ કરી લેવું જોઈએ.

આધાર કાર્ડ – રેશન કાર્ડ લિંક નહીં હોય તો નામ કમી કરી દેવામા આવશે

image source

30મી સપ્ટેમ્બર પહેલાં તમે આ મહત્ત્વનું કામ નહીં કરો તો તમારું નામ રાશનકાર્ડમાંથી કાઢી નાખવામા આવશે. અને સરકારી લાભો તમારા સુધી પહોંચી શકશે નહીં. આ બાબતે કેન્દ્ર સરકારે બધી જ રાજ્યસરકારોને નોટિફિકેશન આપી દીધું છે. તમને જણાવી દઈએ કે સમગ્રહ દેશમાં લગભગ 23.5 કરોડ રાશન કાર્ડ ધારકો છે. જેમાંના લગભગ 90 ટકા લોકોએ પોતાના રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરાવી દીધા છે. 10 ટકા લોકોના રેશન કાર્ડ હજુ સુધી આધાર કાર્ડ સાથે લીંક થવાના બાકી છે.

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે રાશન કાર્ડથી ઘણા બધા ગરીબ લોકોને રેશનીંગ પર અનાજ, તેલ તેમજ કેરોસીન સરકાર દ્વારા ઓછા દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હવે જો તમારે આ લાભ ચાલુ રાખવા હોય તો તમારે 30મી સપ્ટેમ્બર પહેલાં તમારે તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લીંક કરાવી લેવાનું રહેશે.

આ રીતે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે કરો લીંક

image source

તેના માટે તમારે પીડીએસ સેન્ટર પર તમારા રાશન કાર્ડની કોપી તેમજ તમારા પરિવારમાંના સભ્યોની આધાર કાર્ડની કોપી તમારે જમા કરાવવાની રહેશે.
આ ઉપરાંત રાશન કાર્ડમાં પરિવારના મુખ્ય વ્યક્તિના પાસપોર્ટ સાઇઝના ફોટાની પણ જરૂર પડશે.

આ માહિતી તમે બાયોમેટ્રિક મશીન પર આંગળી રાખીને તમે મેળવી શકશો.

તમારી બધી જ વિગતો ત્યાં હાજર અધિકારી તમારા આધાર નંબર સાથે મેચ કરશે.

image source

આધાર કાર્ડમાં લખવામાં આવેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ આવતા તમારી આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે જોડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.

image source

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા એક મહાત્વાકાંક્ષી યોજના બહાર પાડવામા આવી છે જે છે વન નેશન વન રેશન કાર્ડ. જેમાં 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ જોડાયા છે. આ બધા જ રાજ્યોમાં પોર્ટેબિલિટિ સેવાઓ પણ શરૂ કરવામા આવી છે. એક અંદાજા પ્રમાણે 2021 સુધીમાં 81 કરોડ કરતા પણ વધારે લોકો કેન્દ્ર સરકારની આ મહાત્વાકાંક્ષી યોજનામાં જોડાઈ શકે તેમ છે. આ યોજનાનો લાભ દેશની લગભઘ અરધી વસ્તીને મળી શકશે. કેન્દ્ર સરકાર સતત પ્રયાસમાં છે કે 31મી માર્ચ 2021 સુધીમાં વધુમાં વધુ લોકોને વન નેશન વન રાશન કાર્ડનો લાભ મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *