મહેસાણા જિલ્લામાં કોવિડ વિજય રથ પર સવાર કલાકારોએ આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ

71 Views

કોવિડ સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેમજ કેન્દ્ર સરકારના તાજેતરનાં ઐતિહાસિક નિર્ણયો જેવા કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, આત્મનિર્ભર ભારત યોજના, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, પીએમ એગ્રિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની રચના, માનવસંપર્ક રહિત આવકવેરાની આકારણી, ખેડૂતોના ઉત્પાદનનું વેચાણ અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સુવિધા) બિલ, 2020, કિંમતની ખાતરી અંગે ખેડૂતો (ઉત્થાન અને તેમના હિતોનું રક્ષણ)ની સમજૂતી અને કૃષિ સેવા બિલ, 2020 જેવાં નિર્ણયોની માહિતી અને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ્ય પોષણનું મહત્વ, કુપોષણ એટલે શું?, બાળકના શરૂઆતના 1000 દિવસની કાળજી જેવી અગત્યની જાણકારી ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડવા કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો અને યુનિસેફ દ્વારા રાજ્યમાં કોવિડ વિજય રથ અભિયાન ચાલી રહ્યું છે. કોવિડ વિજય રથ પર સવાર લોક કલાકારો દ્વારા પંદર દિવસમાં 14,200 જેટલી આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક દવાઓની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
આજે પંદરમાં દિવસે મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રામભાઇ. વી. પટેલ, આર.સી.એચ.ઑ ડૉ. વિષ્ણુભાઈ પટેલ, મેડિકલ ઓફિસર ડૉ. પાર્થએ લીલી ઝંડી આપી આ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આજે રથ બ્રાહ્મણવાડા પોલીસ સ્ટેશન, ઊંઝા શહેર જનરલ હોસ્પિટલ, ગાંધી ચોક, ઉમિયા માતા મંદિર ચોક, ઉનાવા ગામ, ભાન્ડુ ગામ વગેરે વિસ્તારમાં ફરી સરકારની વિવિધ પહેલ જેવી કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, આત્મનિર્ભર ભારત યોજના, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, પીએમ એગ્રિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની રચના તથા માનવસંપર્ક રહિત આવકવેરાની આકારણી જેવાં નિર્ણયોની માહિતી પહોંચાડી હતી. રથમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયે પ્રમાણિત કરેલ આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *