અમદાવાદ: મહિલાને સાસરીમાં માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો કિસ્સો સામે આવ્યો

898 Views

અમદાવાદ : શહેરમાં પત્નીને સાસરીમાં માનસિક અને શારીરિક ત્રાસ આપવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પિતા પુત્રનો ઝગડો પહોંચ્યો છે. જેમાં પુત્રએ પિતા સામે આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવકના માતા પિતા વચ્ચે ઝગડો થતા એક જ મકાનમાં અલગ રહેતા હતાં. રવિવારે યુવક બહાર જતો હતો ત્યારે તેમના પિતાએ બીજા લગ્ન કરવા છે તમે નિકળી જાઓ તેમ કહીને બચકા ભર્યા હોવાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી છે.

દરિયાપુરમાં રહેતા યાહવા નાઇમુદ્દીન શેખ ફાર્મા કમ્પનીમાં એમ.આર. તરીકે નોકરી કરે છે. તેમના માતા અને પિતા વચ્ચે ઝગડો થતા યાહવા તેમની માતા સાથે રહે છે જ્યારે પિતા આ જ મકાનમાં નીચે રહે છે. રવિવારના દિવસે યાહવા ને રજા હોવાથી તેઓ તેમના મિત્રને મળવા જતા હતા. સીડી વાટે નીચે ઉતરતા હતા ત્યારે તેમના પિતા વચ્ચે મળ્યા હતા. ત્યારે પિતાએ તેમના પુત્ર યાહવા ને કહ્યું ‘તું અને તારી મા ઘરમાંથી નીકળી જાઓ મારે બીજા લગ્ન કરવા છે”. આટલું કહેતા જ ઝગડો થયો અને યાહવા એ કહ્યું તો અમે ક્યાં જઈએ. જેના જવાબમાં તેના પિતાએ કહ્યું તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ. તે જ ક્ષણે યાહવા ના પિતાએ તેમને પકડી ખભા પર બે બચકા ભરી લીધા અને ગાલ પર એક બચકું ભરી લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *