રાતોરાત કરિના કપૂરે લખી એકદમ ઇમોશનલ પોસ્ટ, કારણ જાણીને તમે પણ બોલી ઉઠશો…

2,021 Views

૪૦ વર્ષની ઉમરની થવાની છે કરીના કપૂર ખાન, બર્થ ડે પહેલા લખ્યો આ ઈમોશનલ મેસેજ.

કરીના કપૂર ખાનએ સોમવારના રોજ પોતાનો ૪૦મો બર્થ ડે સેલીબ્રેટ કરશે. બર્થ ડે પહેલા કરીનાએ હવે એક પોસ્ટ શેર કરી છે જેમાં કરીના કપૂર ખાનએ પોતાનો આટલા વર્ષોનો અનુભવ શેર કર્યો છે. કરીના કપૂર ખાન લખે છે કે, ‘જેવી જ હું પોતાના ૪૦મા વર્ષમાં પ્રવેશ કરી રહી છું. હું બેસવા ઈચ્છું છું અને પ્રેમ કરવું, હસવું, માફ કરવું, ભૂલવું અને સૌથી મહત્વપૂર્ણ વાત પ્રાર્થના કરવા અને મને તાકાત આપવા માટે ધન્યવાદ કહેવા ઈચ્છું છું. હાય! બિગ ૪૦, આને મોટું બનાવો.’

image source

આપને જણાવીએ કે કરીના કપૂર ખાન હાલના દિવસોમાં પોતાની ગર્ભાવસ્થાને માણી રહી છે. કરીના બીજીવાર માતા બનવાની છે.

 

તાજેતરમાં જ બંનેનો એક વિડીયો સામે આવ્યો જેમાં બંનેને પૂછવામાં આવ્યું છે કે, જયારે તૈમુરને તેમણે પહેલીવાર ખોળામાં લીધો હતો તો તે અનુભવ કેવો હતો? આ વિષે કરીના કપૂર ખાનનું કહેવું હતું કે, આમ તો મેં તૈમુરને નવ મહિના સુધી પેટમાં રાખ્યો. પરંતુ જયારે પહેલીવાર ખોળામાં લીધો હતો ત્યારે તે ફીલિંગ ઘણી અલગ અને પ્યારી હતી.

ત્યાં જ સૈફ અલી ખાનનું કહેવું છે કે, આપ તે ફીલિંગને શબ્દોમાં નથી જણાવી શકતા.

image source

આપને જણાવી દઈએ કે, થોડાક દિવસ પહેલા જ એક ઇન્ટરવ્યુ દરમિયાન કરીના કપૂર ખાનએ જણાવ્યું હતું કે, એવી કઈ વસ્તુ છે જેને તેઓ બીજી પ્રેગ્નેંસીમાં કરવા નહી ઈચ્છતી. કરીના કપૂર ખાનનું કહેવું હતું કે, ‘તૈમુરના સમયે જયારે હું પ્રેગ્નેન્ટ હતી ત્યાંરે બધા મને વધારે ખાવા માટે કહેતા હતા અને આ જ કારણે મારું ૨૫ કિલો વજન વધી ગયું હતું. હું ફરીથી તે જ કરવા ઈચ્છતી નથી. મારે ફક્ત હેલ્ધી અને ફીટ રહેવાનું છે. મને લાગે છે કે, પહેલી પ્રેગ્નેંસી દરમિયાન બધા કહેતા હતા કે, પરોઠા ખાઈ લે, ઘી ખાઈ લે, દૂધ પીવું. પરંતુ હવે હું કહું છું કે, સાંભળો મેં પહેલા આ બધું કરી લીધું છે. હું જાણું છું મારા શરીરને કઈ વસ્તુની જરૂરિયાત છે.

ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં નહી જોવા મળે કરીના કપૂરનો બેબી બંપ.:

image source

આપને જણાવીએ કે, કરીના કપૂર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું હજી ઘણું શુટિંગ બાકી છે. આવામાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, કરીના બેબી બંપની સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શુટિંગ કેવી રીતે કરશે. તેમ છતાં ફિલ્મ મેકર્સ દ્વારા તેનો પણ ઉપાય શોધી લેવામાં આવ્યો છે.

image source

રીપોર્ટસમાં જણાવ્યા મુજબ, કરીના કપૂરનું બેબી બંપ હવે દેખાવા લાગ્યું છે તો તેને છુપાવવા માટે વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવશે. કરીના કપૂરને હજી પણ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નુ ૧૦૦ દિવસનું શુટિંગ કરવાની છે. આવામાં આશા છે કે, તે સપ્ટેમ્બર કે પછી ઓક્ટોબર મહિનામાં ફિલ્મની ટીમને જોઈન કરશે અને પોતાના ભાગની શુટિંગ પૂરું કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *