બાબરામાં ચમારડીના જાપા નજીક નગરપાલિકા દ્રારા બનાવેલ સીસી રોડનું કામ નબળુ થયું

63 Views

બાબરા નગરપાલિકા દ્રારા થોડા સમય પહેલા જ બનાવેલ સીસી રોડ માં મોટા ખાડાઓ પડી ગયા હોવાની રજુવાત કરતા જાગૃત આગેવાન હારુનભાઈ મેતર. મળતી માહીતી મુજબ બાબરા શહેર માં આવેલા ચમારડી ના જાપા તરીખે ઓળખાતા વિસ્તાર માં હજુ થોડા દિવસો પહેલા જ નગરપાલિકા દ્રારા લાખો રૂપિયા ના ખર્ચે સીસી રોડ બનાવવા માં આવેલ છે પરંતુ આ રોડ નું કામ એટલું નબળું થયું છે કે, માત્ર થોડા જ દિવસો માં રોડ માં મસ મોટા ખાડાઓ અને રોડ ની કપચી નિકળી ગય છે. અહી અવર જવર કરતા રાહદારીઓ ને ખુબજ મુસીબત નો સામનો કરવો પડી રહ્યો છે.

આ બાબતે બાબરા ના જાગૃત આગેવાન હારુનભાઈ મેતર દ્રારા ઉચ્ચ કક્ષાએ રજુવાત કરવામાં આવેલ છે કે, આ રોડ બાબતે તપાસ કરવા માં આવે અને જે પણ લોકો દ્રારા ભ્રષ્ટ્રાચાર કરવામાં આવ્યો છે તેમની સામે કડક પગલા લેવામાં આવે. લાખો રૂપિયા ના ખર્ચે બનેલ સીસી રોડ માં માત્ર લોટ પાણી અને લાકડા જેવું કામ કરવામાં આવ્યો છે જેના થી ટુંક સમય માં રોડ ખરાબ થઈ ગયો છે.

રીપોર્ટ:રાહુલ ડી. પરમાર.બાબરા

બ્યુરો અમરેલી:યોગેશ ઉનડકટ સાવરકુંડલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *