ઝાલોદ તાલુકાના બે ગામોમાં ધરેથી દેશી દારૂ વેચાણ કરતા ઝડપાયા

824 Views

એક બાજુ કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે તો બીજી બાજુ ઝાલોદ તાલુકામાં ગામે ગામે દેશી દારૂના વેચાણ કેન્દ્રો ચાલુ થયા હોય તેવું લોકોમા ચર્ચીત જોવા મળે છે. દરરોજ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં બાતમીના આધારે દેશી દારૂના વેચાણ કેન્દ્રો પર રેઈડ પાડવામાં આવે છે અને માત્ર બે-ચાર લીટર જ દારૂનો જથ્થો કબ્જે લેવામાં આવે છે.
તા 22ના રોજ પોલીસ કર્મીઓ પેટ્રોલીંગ કરતા હોય છે ત્યારે તેઓને બાતમી મળે છે અને તેઓ ત્યાં પંચોને લઈને તપાસ કે રેઈડ પાડવા જતા હોય છે અને તેઓને દરરોજ સફળતા મળે છે. આવી જ રીતે આજે પણ રાયપુરા ગામમાં તળાવફળીયામાં રહેતા કસુભાઈ ભુરજીભાઈ વસોનિયા પોતાના ઘરે દેશી દારૂનું વેચાણ કેન્દ્ર ચલાવે છે. ત્યારે ત્યા પંચોના માણોસો બોલાવીને તપાસ કરતા દેશી દારૂ લીટર 4 જેટલો પ્રાપ્ત થાય છે અને તેને કબ્જે લઈને પ્રોહી. પ્રતિબંધક એરીયામાં પોતના ઘરમાં દેશી દારૂ વગર પરમિટે વેચાણ કરવા બદલ ગુન્હો નોધાયેલ છે.
આવીજ રીતે કિરીટભાઈ ભીમાભાઈ તથા નરેશભાઈ ડાહ્યાભાઈ પોલીસ કર્મીઓને ખાનગી રાહે બાતમી પ્રાપ્ત થાય છે કે વેરપુરા ભગોરા ફળીયામાં રહેતો ધીરજીભાઈ કાળુભાઈ ભગોરા ઘરેથી દેશી દારૂ રાખી વેચાણનો ધંધો કરે છે. જેથી તેઓ પણ પંચોને લઈને બાતમીવાળા ઘરે રેઈડ પાડવામા આવે છે અને ત્યાં ઈસમ તેના ઘરે હાજર મળતો નથી અને માત્ર દેશી દારૂ લીટર 3 પ્રાપ્ત થાય છે તેને કબ્જે લઈને પ્રોહી પ્રતિબંધ એરીમાં વેચાણ કરવા માટેનો કુન્હો નોંધીને ફરીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *