પોરબંદર ખાતે આગામી તા.૨૬ સપ્ટેમ્બરના રોજ ઈ-લોકઅદાલતનું આયોજન કરાશે

40 Views

રાષ્ટ્રીય કાનુની સેવાસત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ફેમીલી કોર્ટ, પોરબંદર ખાતે આગામી તા.૨૬સપ્ટેમ્બરના રોજ ઈ-લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ ઈ-લોકઅદાલતમાં પોરબંદરની ફેમીલી કોર્ટમાં ચાલતા કેસો જેમ કે ભરણ પોષણના કેસો, વૈવાહિક વિવાદો (છૂટાછેડાના કિસ્સા સિવાય) વાળા કેસો સમાધાન માટે મુકી શકાશે. આ ઈ-લોક અદાલતમાં પક્ષકારો અને વકીલશ્રીઓએ કોવિડ–૧૯ અન્વયેની વખતો વખતની ભારત સરકારશ્રી, ગુજરાત સરકારશ્રી, સુપ્રિમ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ તથા અદાલત તરફથી આપવામાં આવેલ વખતો વખતની સુચનાઓનું પાલન કરી વિડીયો કોન્ફરન્સ મારફતે હાજર થઈ સમાધાનની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે અને રજુ કરવાના થતા દસ્તાવેજો ઈમેઈલ મારફતે efiling.fcpor@gmail.com પર તા.૨૬/૦૯/૨૦૨૦ ના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૩:00 કલાક સુધીમાં મોકલી આપવાના ૨હેશે.

વધુમાં આ ઈ–લોકઅદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાનની. કાર્યવાહી હાથ ધરવા માટે જરૂરી માહીતી મેળવવા માટે સેક્રેટરીશ્રી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગ્રાઉન્ડ ફલોર, જિલ્લા ન્યાયાલય કોર્ટબીલ્ડીંગ, સાંદીપનીરોડ, પોરબંદર મો.નં.૯૫૩૭૭૨૯૮૮૧ disaporbandar@gmail.com ફોન નં.૦૨૮૬ ૨૨૨૨૦૨૪નો સંપર્ક કરવાનો રહેશે. તેમ ફેમીલી કોર્ટ પોરબંદરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *