સાવધાન-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની લોભામણી જાહેરાતોમાં આવવુ નહી,છેતરાવુ નહી.

1,126 Views

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્રારા સામાજીક આર્થિક અને જાતી આધારીત વર્ષ ૨૦૧૧ સર્વે મુજબ પસંદગી પામેલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના પરીવારોને આરોગ્યનો લાભ મળવા પાત્ર છે. આ કાર્ડ અર્થે ઇ-ગ્રામ પંચાયત ઓપરેટર અને કોમન સર્વીસ સેન્ટરના ઓપરેટર તેમજ સાબરકાંઠા જિલ્લાના તમામ સરકારી દવાખાનામાં સર્વે આધારીત નામાંકીત પરીવારની યાદી અનુસાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ બનાવી આપવાની કામગીરી કાર્યરત છે. આ કામગીરી માટે સરકારશ્રી દ્રારા કોઇ એજન્સી નિમવામાં આવી નથી.

તાજેતરમાં સોશિયલ મિડીયા તથા ન્યુજ પેપર મારફતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ઓપરેટરની જરૂરીયાત અંગેની જાહેરાત ” ક્રીએટીવ કન્સલટન્સી એજન્સી” દ્રારા આપવામાં આવે છે તે તદ્દ્ન ખોટી છે અને ખોટા કાર્ડ બનાવવાની કામગીરી થતી હોવાનું જાણ્યા બાદ અન્ય જિલ્લામાં કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી છે. જેથી સાબરકાંઠા જિલ્લાની જાહેર જનતાને વિનંતી કે ઉપરોક્ત એજન્સીની લોભામણી જાહેરાતોમાં આવવુ નહી. છેતરાવુ નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *