વગર વ્યાજે સબસીડીવાળી લોન તેમજ બેરોજગાર યુવકોને નકરી આપવાની લાલચ આપનારી લેભાગુ કંપનીઓથી સાવધાન

3,196 Views

દાહોદ – આદિવાસી બાહુલ્ય ધરાવતા આંતરિયાળ વિસ્તારોમાં વગર વ્યાજે સબસીડીવાળી લોનો તેમજ બેરોજગાર યુવકોને નોકરી આપવાની લાલચ આપનારી ઠગાઈ કરતી લેભાગુ કંપનીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા – ગુજરાત જનરલ કામદાર એસોશીએશન – દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆત કરાઈ.
આદિવાસી વિસ્તારની મહિલાઓને સબસીડીવાળી અને વગર વ્યાજની લોનની લોભામણી જાહેરાતો તેમજ શિક્ષિત બેરોજગારોને નોકરીની લોભામણી લાલચ આપી હજારો ફોર્મ ભરાવાના ટોકન રકમ લઈને છેતરપીડીં કરતા હોવાના આક્ષેપો લોકોમાં ચર્ચા રહ્યા છે. ગુજરાત જનરલ કામદાર એસોશીએશન, દાહોદ દ્વારા આ બાબતે ડીસીપી સહિત ગાંધીગનર સુધી લેખિત અરજી કરીને લેભાગુ સંસ્થાઓ સામે કાર્યવાહી કરી કાયદેસરના પગલાં લેવામા આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
દાહોદ જેવા આદિવાસી વિસ્તારમાં સબસીડીવાળી 1 લાખની લોન ઘરવપરાશ માટે આપવાની લાલચ આપનારાઓ ઠગાઈ કરનારાઓ આવી ગયા છે. તેઓ ફોર્મ સાથે જીવન વિમો ફરજીયાત લેવડાવે છે. તેઓ જીવન વિમો બલ્કમાં લેવડાવીને પોનો કમીશનની મોટી રકમ કંપનીઓ દ્વારા મેળવી લેતા હોય તેવું જાણવા મળ્યું છે.
જનતા ન્યુઝના પ્રતિનિધિઓ ગુજરાત જનરલ કાદાર એસોશીએસન- દાહોદ સાથે ટેલિફોનિક ઈન્ટરવ્યું લઈને માહિતી મેળવી છે. જેમાં તેઓના જણાવ્યા અનુસાર અમદાવાદ સહિત કેટલીક ટ્રસ્ટ અને સંસ્થાઓ દ્વારા લોભામણી જાહેરાતો તેમજ મીટીંગો કરી દાહોદ જિલ્લાની એસ.સી./એસ.ટી બહેનોને 40 ટકા સબસીડી, બક્ષીપંચ મહિલાઓને 20 ટકા અને અન્ય મહિલાઓને 10 ટકા સબસીડી આપવાની લાલચ આપવામાં આવે છે. તેના ફોર્મ ભરાવીને 2 હજાર રૂપીયા અને વીમાની રમક લેવાનું જણાવેલ છે. આ કામગીરી માટે તાલુકાના ગામડે ગામડે એજન્ટો પણ ઉભા કરવામાં આવેલ છે. તેઓને કમીશન તેમજ પગારની લાલચ પણ આપવામાં આવે છે. એજેન્ટો દ્વારા લોકોની બેન્કની વિગતો, આધારકાર્ડ, પાનકાર્ડ, ઈલેક્શન કાર્ડ જેવા જરૂરી આધાર પુરાવાઓ પણ જમા કરાવી લેતા હોય છે.
જ્યારે વધુ માહિતી બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આવી સંસ્થાઓ દ્વારા આજદિન સુધી સહાય આપવામાં આવેલ નથી. પરંતુ જીવન વિમો ઉતરાવી લેવામા આવે છે. લોકો લાલચમાં આવીને પોતાના આધાર પુરાવાઓ પણ આપી દેતા હોય છે. વધુ જાણવા મળ્યું છે કે આ નેટવર્ક ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર સુધી ચાલી રહ્યું છે. ભોળીભાળી પ્રજા, ગરીબ પ્રજા સાથે છેતરપીંડી અને ઠગાઈ થઈ રહી છે. આદિવાસી વિસ્તારોમાંથી કરોડો રુપીયા ઉઘરાવી રહ્યા હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
આવા ગુન્હોથી આદિવાસી વિસ્તારના લોકોને બચાવવા માટે ગુજરાત જનરલ કામદાર એસોશીએશન દાહોદ દ્વાર આ સંદર્ભે પોલીસ કમિશ્નરની કચેરી, અમદાવાદ, ગુજરાત રાજ્યના ડીઆઈજી ડિવીઝનલ પોલીસ અધિક્ષક, પંચમહાલ, સીબીઆ હેઠ ઓફિસ, નવી દિલ્હી સહીત ઉચ્ચસ્તરી અરજી કરવામાં આવેલ છે.

નોંધ – જો તમારે જોડે આવી કોઈ છેતરપીંડી થઈ હોય તો આપ અમારો સંપર્ક કરીને આપના સાથે થયેલી ઘટનાને અમારા ન્યુઝ ચેનલમાં પ્રકાશીત કરાવી શકો છો.
સંપર્ક – શુભમ્ અગ્રવાલ – અમદાવાદ – 8780843276

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *