અંબાજી પંથકમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યામાં દિવસે અને દહાડે વધારો લોકો માં ભયભીત…..
અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી
હાલમાં જ્યારે કોરોનાવાયરસે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે અંબાજી પંથકમાં પણ કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યામાં દિવસે ને દહાડે વધારો થઇ રહ્યો છે ત્યારે અંબાજી પંથકમાં 22/9 સુધીમાં 51 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે આજે પણ અંબાજી માં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે એમ કુલ 53 કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા અંબાજી પંથક માં નોધાઇ છે એમ હાલ સુધીમાં અંબાજી પંથકમાં કુલ 53 કોરોના વાયરસ ના પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાંથી 34 જેટલા કોરોનાવાયરસ ના દર્દી રિકવર થયા છે જ્યારે હાલમાં 19 કેસ એક્ટિવ છે જેમાંથી 14 કોરોના પોઝિટિવ દર્દીઓ ને હોમઆઇસોલેસન કરાયા છે ત્યારે 5 દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે અંબાજી પંથકમાં આજ સુધી 1036 જેટલા ટેસ્ટ કરાયા છે
જેમાં 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે અંબાજીમાં 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે આજે પણ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે 22/9 નાં રોજ અંબાજી મંદિર માં ફરજ બજાવતા મહિલા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અંબાજી મંદિર ની મહિલા કર્મચારી ને પોઝિટિવ આવતા મંદિર નાં કર્મચારીઓ માં પણ ભયભીત સેવાઈ રહી છે ત્યારે અંબાજી પંથક માં પોઝિટિવ કેસ ની સંખ્યા માં વધારો યથાવત્ રહેતાં ચોક્કસપણે કહી શકાય કે અંબાજી પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો અંબાજી પંથકમાં કોરોનાવાયરસ ની સંખ્યા માં દિવસે અને દહાડે વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો માં પણ ભયભીતિ સેવાઇ રહી છે…