દિલ્લી ચકલા, શાહપુરમાં જુગારનો અડ્ડો ચલાવનાર વિરૂદ્ધમાં પાસાના નવા વટહુકમ પછી પહેલીવાર પાસા હેઠળ અટકાયત

1,306 Views

અમદાવાદ શહેરમાં જુગારનો અડ્ડો ચલાવાના ગુનાઓમા જે ઈસમો પકડાશે તેઓને બઙવામાં આવશે નહીં.આવા ઈસમો વિરૂદ્ધ પાસા હેઠળ અટકાયતમાં લેવાના હુકમો કરી કડક પગલા લેવામાં આવશે.અમદાવાદ શેહર પોલીસ કમિશ્નરશ્રીએ અમદાવાદ શેહમાં જુગારીઓ વિરૂદ્ધ સખ્તાઈથી પગલાં લઈ જુગારની અસામાજીક પ્રવૃતિને ડાવમા માટે કડક કાર્યવાહી કરવા કરેલ સુચના આપવામાં આવેલ હતી.

શાહપુર પોલીસ સ્ટેશનના પો. ઈન્સ. શ્રીએ જુગારના અડ્ડા ચલાવનારા વિરૂદ્ધ પાસાના નવા વટહુક મુજબ સટ્ટા બેટીંગ આંખ ફરકનો ‘જુગારનો અડ્ડો ચલાવનાર’ કૌશીક ઉર્ફે કાકડી જગાભાઈ પટેલ ઉ.વ 67 રહે. ખજુરની પોળ, ઘાંચી ઓળ, દિલ્લી ચકલા, શાહપુર વિરૂદ્ધ પહેલીવાર જુગારનો અડ્ડો ચલાવનાર વિરૂદ્ધમાં પાસા હેઠળ અટકાયતમાં લેવાનો હુકમ કરી જુગારીની અટકાયત કરીને જિલ્લા જેલ જામનગર ખાતે મોકલી આપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *