Patan – રાજ્ય સરકાર દ્વારા વીર મેઘમાયા મેમોરીયલ ફાઉન્ડેશન અને રિસર્ચ સેન્ટર માટે વધુ રૂ.૪.૩૫ કરોડની ફાળવણી

46 Views

પાટણ ખાતે આવેલા શ્રી વીર મેઘમાયા સ્મારકના નવનિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા વધુ રૂ.૪.૩૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. વીર મેઘમાયા વિશ્વ મેમોરીયલ ફાઉન્ડેશનના ચેરમેન અને અમદાવાદ લોકસભા બેઠકના સંસદસભ્યશ્રી ડૉ. કિરીટભાઈ સોલંકીની દરખાસ્તના પગલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા બીજા તબક્કાના બાકી કામો માટે આ રકમ ફાળવવામાં આવી છે. આજથી ૯૦૦ વર્ષ પહેલા ગુજરાતની તત્કાલીન રાજધાની પાટણના સહસત્રલિંગ તળાવમાં પાણીની સમસ્યા દૂર કરવા લોકહિતાર્થે સ્વેચ્છાએ બલિદાન આપનારા વીર મેઘમાયાની આ શહાદતની ગાથા ચિરંજીવી બને તે માટે તેમના સ્મારકનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. વીર મેઘમાયા વિશ્વ મેમોરીયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરના વિકાસ માટે અંદાજીત રૂ.૦૭ કરોડથી વધુની રકમ પૈકી પહેલા તબક્કામાં ફાળવવામાં આવેલી રૂ.૦૩ કરોડની ગ્રાન્ટ બાદ બીજા તબક્કાના વિકાસ કામ માટે વધુ રૂ.૪.૩૫ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. અત્યાધુનિક સુવિધાઓયુક્ત આ સ્મારક ભવન ખાતે થ્રીડી મૂવી થિયેટર, રિસર્ચ સેન્ટર, કમ્યુનિટી હૉલ ઉપરાંત મંજૂર કરવામાં આવેલી ગ્રાન્ટમાંથી આવનારા સમયમાં સોલર પ્લાન્ટ, સોવેનિયર શૉપ, પબ્લિક સ્ટોલ સહિતના બાકી કામો હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *