ફતેપુરામાં મામલતદાર તથા તાલુકા પંચાયત કચેરીમાં આવતા લોકોને ધનવંતરી આરોગ્ય રથ દ્વારા આયુર્વિદેક ઉકાળાનું વિતરણ

68 Views

દાહોદના ફતેપુરા તાલુકામાં કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં સતત વધારો ના થાય તેમજ કોરોના વાયરસ સંક્રમણના વધે તે માટે વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર દ્વારા રાત-દિવસ સઘન મહેનત કરીને લોકોના આરોગ્યની કાળજી રાખી રહ્યા છે. તે બદલ જનતા ન્યુઝ વતી આભાર વ્યકત કરીએ છીએ.
આજરોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક મામલતદાર કચેરીમાં તેમજ તાલુકા પંચાયત કચેરીમાં વિવિધ ગામના લોકોની કચેરી ખાતે કામકાજ માટે અરજદારોની આવરજવર રહેત હોય છે. તેઓની આરોગ્યની કાળજી રાખવા આરોગ્યતંત્રે ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા માઈક દ્વારા કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટેની કાળજી રાખવા માટેની જાહેર માહિતી આપવામાં આવી રહી છે. તાલુકા મથકે વિવિધ કામકાજ માટે આવતા અરજદારોને આર્યુવેદિક ઉકાળાનો વિતરણ વિના મૂલ્યે કરવામાં આવ્યું રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *