JANTANEWS360 EXCLUSIVE: અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મંજુરી વિના થાય છે કોરોનની સારવાર
373 Views
અમદાવાદની નિકોલ હોસ્પિટલમાં મંજુરી વિના થાય છે કોરોનની સારવાર
5 કોરોના દર્દીઓને આપવામાં આવી રહી છે સારવાર
અમદાવાદની ખાનગી હોસ્પિટલ મુકી રહી છે સામાન્ય દર્દીઓના જીવને જોખમમાં
હોસ્પિટલમાં પ્રોટોકોલના નામે થઇ રહ્યું છે,પૈસા બનવાનું કામ
અમદાવાદના નિકોલમાં આવેલી નિકોલ મલ્ટી સ્પેશ્યલિસ્ટ હોસ્પિટલને કોરોનની સારવાર માટે મંજુરી આપવામાં આવી નથી છતા. તેમાં કોરોના સંક્રમિતોને સારવાર અપાઈ રહિ છે. હાલ નિકોલ મલ્ટી સ્પેશ્યલિસ્ટ હોસ્પિટલમાં 5 કોરોનાના દર્દીઓને વગર મંજુરીએ સારવાર આપવામાં આવી રહિ છે.મહત્વની વાત એ છે કોરોનાની સારવાર માટે પ્રોટોકોલ ફોલો કરવાની જરુર છે.પણ હોસ્પિટલોને મંજૂરી ન અપાઈ હોય તો ત્યા પ્રોટોકોલ ફોલો થયા છે કે નહિ તેની તાપસ પણ થતી નથી.