અંબાજી ગ્રામજનોની સુખાકારી માટે અંબાજી ગ્રામ પંચાયત ખાતે યજ્ઞ કરાયો…

532 Views

અહેવાલ :- રિતિક સરગરા,અંબાજી

અંબાજી ગ્રામ પંચાયત ખાતે અંબાજી સહિત વિશ્વ માંથી કોરોના મુક્ત થાય અને અંબાજી ગામ સુખમય રહે તે હેતુથી અંબાજી ગ્રામ પંચાયત ખાતે આજે યજ્ઞનું આયોજન કરાયું હતું અંબાજી ગ્રામ પંચાયત ના ત્રણ કર્મચારીઓ નું દુઃખદ નિધન આ કપરા સમયમાં થયું છે અને અંબાજી વિસ્તારમાં કોરોના ના કેસો માં પણ દિવસે અને દહાડે વધારો થઇ રહ્યો છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે અંબાજી ગ્રામ પંચાયતના ત્રણ જેટલા કર્મચારીઓ નું દુઃખદ નિધન થતાં અંબાજી ગામમાં શોકની લાગણી પ્રવર્તી જવા પામી છે ત્યારે કોરોના ના કેસોમાં વધારો થતા પણ લોકોમાં ભય ભીતિ સેવાઈ રહી છે ત્યારે અંબાજી ગ્રામપંચાયત નાં કર્મચારીઓ જે દુઃખદ નિધન પામેલા છે તેમની આત્માને શાંતિ મળે અને અંબાજી ગામના લોકોની સુખાકારી માટે અંબાજી ગ્રામ પંચાયત ખાતે આજે બપોરના સુમારે યજ્ઞનું આયોજન કરાયું હતું

અને આજે અંબાજી ગ્રામ પંચાયત ખાતે યજ્ઞ કરાઈ અંબાજી ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને અંબાજી ગામ એ આખું સુખમય જીવન જીવી શકે અને આ કોરોનાવાયરસ થી બચી શકે તેવી પ્રાર્થના કરાઇ હતી અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી  જે. ડી.રાવલ હવન માં બેસી માં અંબે ભવાની ને પ્રાર્થના કરી હતી અને અંબાજી ગામ કોરોના થી બચે  એવી પણ પ્રાર્થના માં ના  ચરણોમાં કરી હતી ત્યારબાદ આરતી કરી અને હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *