અંબાજી ખાતે ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપની દ્વારા વિવિધ જગ્યાએ ડસ્ટબિન મુકાયા..

208 Views

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

અંબાજી વિસ્તારમાં અને અંબાજી મંદિરમાં સફાઈ કામ કરતી ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપની જ્યારથી આ સફાઈ કંપની ના નવા મેનેજર અલ્પેશ ગોહિલે મેનેજર નો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી અંબાજી ગામના માર્ગો અને અંબાજી મંદિરની સફાઈ કામ માં ફરકઆવ્યો છે અને આ મેનેજર એ પોતાની મેનેજરની ફરજ ને નિષ્ઠાવાન થી નિભાવતા હોય તેવું સાબિત થતું હોય તેવું લાગી રહ્યું છે આ મેનેજર આવ્યા બાદ કામ ને લઇ આ મેનેજર લોકમુખે ચર્ચામાં રહ્યા છે ત્યારે  આજે આં કંપની દ્વારા ૧૧૦ જેટલા ડસ્ટબિન અંબાજી નાં બજારો અને અંબાજી મંદિરમાં વિવિધ સ્થળો પર મૂકાયા હતા જેથી કરી બહારથી આવતા યાત્રાળુ અને ગામના લોકો કચરો યોગ્ય જગ્યાએ નાખે જેથી કરી સ્વચ્છતા જળવાઈ રહે તેને લઇ ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપની દ્વારા ૪૦ જેટલા ડસ્ટબિન અંબાજી ગામના બજારોમાં વિવિધ સ્થળે મુકાયા હતા ત્યારે ૭૦ જેટલા ડસ્ટબિન અંબાજી મંદિરમાં વિવિધ સ્થળે મુકાયા હતા અને લોકો સ્વચ્છતા રાખે તેવો પણ મેસેજ આ કંપની દ્વારા અપાયો હતો અને લોકો વધુ થી વધુ સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાય અને સ્વચ્છતા રાખે તેવી અપીલ કરાઇ હતી અંબાજી ગામના વિવિધ સ્થળે ડસ્ટબિન મુક્યા હતા અને બહારથી આવતાં યાત્રાળુઓ કચરો ડસ્ટબિન માં નાખે તેવી વિનંતી કરાઇ હતી કુલ ૧૧૦ જેટલા ડસ્ટબિન અંબાજી ગામના જાહેર સ્થળો અને અંબાજી મંદિરમાં મુકાયા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *