જૂનાગઢ જિલ્લામાં વ્હાલી દીકરી યોજના અંતર્ગત પ્રત્યેક દીકરીને રૂા.૧.૧૦ લાખની સહાય

68 Views
  • વ્હાલી દીકરી યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ૩૭૭ અરજી મંજુર

  • યોજનામાં પ્રત્યેક દીકરીને રૂા.૧.૧૦ લાખની સહાય

જૂનાગઢ, તા.૨૪ રાજ્ય સરકાર દ્વારા દીકરીઓના જન્મદરમાં વધારો થાય તથા દિકરીઓ દરેક ક્ષેત્રમાં પુરૂષ સમોવડી બને તેવા આશયથી વ્હાલી દિકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે.

જૂનાગઢની મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા વ્હાલી દીકરી  યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાંથી કુલ ૩૭૭ જરૂરીયાતમંદ પરિવારની દિકરીઓની અરજીઓ મંજુર કરવામાં આવી છે. જિલ્લાના દરેક તાલુકાની અરજીઓ મંજુર કરવામાં આવી છે.

વ્હાલી દીકરી યોજના થકી રાજ્યમાં શિક્ષિત અને સશક્ત દીકરીઓના ઉછેરને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત કન્યા કેળવણીને પ્રોત્સાહન,  શાળામાં થતા ડ્રોપઆઉટ દર ઓછો કરવા સાથે બાળ લગ્ન અટકાવવાના હેતુઓ સફળ બનાવવા રાજય સરકારે ૧૩૩ કરોડની રકમની જોગવાઈ કરી છે. આ યોજના થકી રાજ્યમાં સ્ત્રી ભ્રુણ હત્યાને અટકાવવામાં પણ મદદ મળશે.

આ યોજનાનો લાભ મેળવવા જે દંપતિની વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોય  અને તા.૨/૮/૨૦૧૯ બાદ જન્મેલી દીકરીઓને લાભ મળશે. વધુમાં વધુ  ત્રણ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે. દીકરી ધો.૧માં પ્રવેશ સમયેરૂા.૪૦૦૦, નવમાં ઘોરણમાં પ્રવેશ વખતે રૂા. ૬૦૦૦ અને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અને લગ્ન સહાય માટે રૂ.એક લાખની સહાય આપવામાં આવશે. અરજી ફોર્મ નજીકની આંગણવાડી, ગ્રામ પંચાયત, સીડીપીઓ અથવા બહુમાળી ભવન સરદાર બાગ ખાતે  મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક સાધી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *