ગુજરાત માટે ગર્વ કરવાનો આવ્યો અવસર – સુરતની આ કીશોરી બની ભારતની ગ્રીન એમ્બેસેડર

228 Views

ગુજરાત માટે ગર્વ કરવાનો આવ્યો અવસર – સુરતની આ કીશોરી બની ભારતની ગ્રીન એમ્બેસેડર

આવી જ એક પર્યાવરણ પ્રેમી છે 17 વર્ષની ખુશી ચિંદાલિયા. તેણીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પર્યાવરણ કાર્યક્રમ તુન્ઝા ઇકો-જનરેશન (Tunza Eco-Generation) માટે ક્ષેત્રિય એમ્બેસેડર બનાવવામાં આવી છે. ગુજરાતીઓ માટે ગર્વની વાત એ છે કે તેણી સુરતની રહેવાસી છે.
ખુશીએ પર્યાવરણની રક્ષા સંબંધીત પોતાના વિચારોને દર્શાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં ઓનલાઈન અરજી કરી હતી.

17-Year-Old Surat Girl Appointed Green Ambassador By United Nations  Environment Programme
image source

અને તેના દ્વારા વ્યક્ત કરવામા આવેલા વિચારોથી સંયુક્ત રાષ્ટ્ર પ્રભાવિત થયું હતું. અને માટે જ ખુશીને ભારતની ક્ષેત્રીય રાજદૂત બનાવવામા આવી છે. તેણીએ જણાવ્યું હતું કે પ્રયાવરણના સંરક્ષણ માટે દરેક વ્યક્તિએ સક્રિય રહેવું જોઈએ અને તેણી બધાને એ અપીલ કરે છે કે પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે જાગૃતિ ફેલાવે.

 

ખુશી પોતાની પર્યાવરણની સુરક્ષા પ્રત્યેની જાગરૂકતા વિષે જણાવે છે કે તેણી જ્યારે પોતા નવા ઘરમાં શિફ્ટ થઈ ત્યારે તેના ઘરમાં ચારે તરફ હરિયાળી જ હરિયાળી હતી. તેના ઘર નજીક આવેલા એક ચીકુના ઝાડમાં વિવિધ પ્રકારના પક્ષીઓ માળો બનાવીને રહેતા હતા અને તેણી સંપૂર્ણ રીતે કુદરતથી ઘેરાયેલી હતી. પણ ધીમે ધીમે તેણી મોટી થતી ગઈ અને આજુબાજુનું વાતાવરણ બદલાતું ગયું. હરિયાળીની જગ્યા કોંગ્રિટના જંગલોએ લઈ લીધી હતી. ત્યારે તેણીને ખ્યાલ આવ્યો કે તેણે જે હરિયાળી જોઈ હતી તે જોવાનું નસીબ તેની નાની બહેનનું નહોતું. અને તે જ ક્ષણે તેણી પર્યાવરણ બાબતે જાગૃત થવા લાગી અને તેની રક્ષા માટેની વિવિધ રીતો તેમજ પ્રયાસો કરવા લાગી.

image source

ખુશીના પિતા કપડાના વેપારી છે જ્યારે તેણીના માતા એક એસ્ટ્રો-વાસ્તુ કાઉન્સેલર છે. ખુશીએ લોકડાઉનનો સંપુર્ણ સમય પર્યાવરણ માટે ફાળવી દીધો હતો. તેણી હવે પોતાની આ યોજના પર ઓનલાઈન કામ કરશે કારણ કે હાલના સંજોગોમાં બહાર જવું શક્ય નથી. આ મહિનામાં તેણી રિપોર્ટ બહાર પાડશે અને ચર્ચા કરશે કે પર્યાવરણ માટે સરકાર શું કરી રહી છે અને શિક્ષણ આ બાબતમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે.

image source

ખુશી જણાવે છે કે તેણી એક પ્રકૃતિ પ્રેમી છે અને માટે જ તેણી પર્યાવરણના રક્ષણ કરવા બાબતે પ્રેરિત થઈ છે. ખુશીના માતા જણાવે છે કે પહેલાં તેમના ઘરની આસપાસ ખૂબ હરિયાળી હતી. અને જાત જાતના પક્ષીઓ તેમજ જાનવરો જોવા મળતા હતા. ખુશી તેની નાની બહેન સાથે હંમેશા આસપાસનુ કુદરતી સૌંદર્ય નીહાળતી. ખુશીના માતા કહે છે કે તેમણે હંમેશા પોતાના બાળકોને પ્રયાવર્ણ પ્રત્યે જાગૃત કર્યા છે. આજે તેમને પોતાની દીકરી પર ગર્વ છે કે તેણી એક મોટી જવાબદારી ઉઠાવવાને સક્ષમ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *