શ્વાસ અધ્ધર કરી નાંખે એવો વીડિયો, 13 વર્ષના બાળકે માત્ર દોઢ વર્ષના બાળકનો ટ્રેનના એન્જિન આગળ ઘા કર્યો…

4,735 Views

રેલવે પાટા ઉપર કે આજુબાજુ પસાર થવું એ ખૂબ જીવલેણ સાબિત થઈ શકે છે. આ માટે રેલવે વિભાગ લોકોને જાગૃત રાખે છે જેથી લોકો મૃત્યુ ન પામે. પરંતુ તેમ છતાં દર વર્ષે ઘણા લોકો રેલવે પાટા ઓળંગવાના કારણે અથવા તો તેની હરકતોના કારણે અકસ્માતનો શિકાર બને છે. આવી ઘણી ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેના વીડિયો જોઇને લોકોના રૂવાડાં ઉભા થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતાં રહે છે. ઘણા વીડિયો જોઈને આપણે કમકમાટી ઉપડી જતી હોય છે. હાલમાં પણ એક ઘટના પ્રકાશમાં આવી છે.

બાળક માલગાડીના એન્જિનની વચ્ચે ફસાઈ ગયું છે

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ જોયા પછી દરેક લોકો આશ્ચર્યચકિત થયા છે. આ મામલો હરિયાણાના બલ્લભગઢ સ્ટેશનનો છે. તે વીડિયોમાં જોઇ શકાય છે બાળક માલગાડીના એન્જિનની વચ્ચે ફસાઈ ગયું છે. જે અંદર ફસાયા પછી રડી રહ્યું છે. તે જ સમયે એક અન્ય બાળક ટ્રેકની નજીક ઉભું છે, જેને રેલવેના લોકો પાઇલટ દ્વારા પકડી રાખવામાં આવ્યું છે.

પાઇલટની સમજથી બાળકનું જીવન બચી ગયું હતું

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયોમાં જોઇ શકાય છે. દોઢ વર્ષનું બાળક માલગાડીના એન્જિનમાં ફસાઇ ગયું હતું. પાઇલટની સમજથી બાળકનું જીવન બચી ગયું હતું. એક ટ્વિટર યુઝરે વીડિયો શેર કરીને લખ્યું છે કે આ દિલ્હી આગ્રા રૂટનો વીડિયો છે. 13 વર્ષના છોકરાએ દોઢ વર્ષના બાળકને એન્જિનની નીચે ફેંકી દીધું છે. પરંતુ યુપી પોલીસે ટ્વીટ કરીને કહ્યું કે આ મામલો હરિયાણાનો છે.

આગ્રા પોલીસ કરી ચોખવટ કે ઘટના અમારા વિસ્તારની નથી

આ ઘટના અંગે એસપી આગ્રા જીઆરપીએ ટ્વીટ કર્યું છે કે આ ઘટના જીઆરપી વિભાગ, આગરાથી સંબંધિત નથી. અમારા વિસ્તારમાં આવી કોઈ જ ઘટના નથી બની, ડીવાય વાય એસ.એસ. બલ્લભગઢ સ્ટેશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ઘટના 21-09-2020 ના રોજ બલ્લભગઢ સ્ટેશન નજીક સ્તંભ નંબર 1499/13 ની નજીક બની હતી. પરંતુ આવી બેદરકારીથી કોઈનું મોત થઈ શક્યું હોત તો આખરે કોણ જવાબદાર રહેત. આગ્રાનો આ ખતરનાક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે, જોનારાના રૂવાડા ઉભા થઈ રહ્યા છે.

હાલમાં આ વીડિયો બોલિવૂડના લોકો પણ શેર કરીને ઘોર ટિકા કરી રહ્યા છે. ટ્વીટ કરીને આ કાર્ય પર કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે. ત્યારબાદ કોઈ નક્કર સોલ્યુંશન આવે અને આગળથી આવી કોઈ દુઘર્ટના ન ઘટે એ અંગે પણ સોશિયલ મીડિયામાં સૂચનો આવી રહ્યા છે. તો વળી કોઈ લોકો બાળકને આડેહાથ લઈ રહ્યા છે. જે બાળકે નાના બાળકને ફેંકી દીધું છે લોકો એને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. પંરતુ હાલમાં આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *