Sat. Mar 6th, 2021
             

સુશાંતે રશ્મી દેસાઈ માટે ગાયું હતું રોમેન્ટિક ગીત અને કર્યો હતો ડાન્સ – હાલના અંકિતાના કપરા સમયમાં રશ્મિ કરી રહી છે તેને સપોર્ટ
બોલીવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને ત્રણ મહિના કરતાં વધારે સમય પસાર થઈ ચુક્યે છે. તેમની સાથે જોડાયેલી તસ્વીરો તેમજ વિડિયો આજે પણ ખૂબ વાયરલ થાય છે.

સુશાંત સિંહ રાજપૂતનો એક જુનો વિડિયો પણ હાલ ખૂબ વારલ થયો છે, જેમાં તે ટીવીની જાણીતી અભિનેત્રી રશ્મિ દેસાઈ માટે ગીત ગાઈ રહ્યા છે અને તેમની સાથે રોમાન્ટિક ડાન્સ કરતા જોઈ શકાય છે. સુશાંત અને રશ્મિનો આ વિડિયો એક્ટ્રેસના ફેનપેજે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે, જે તેણીના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વિડિયોમાં રશ્મી અને સુશાંતનો અંદાજ જોવા લાયક છે.

રશ્મિ દેસાઈ અને સુશાંત સિંહ રાજપૂતના આ વિડિયો પર ફેન્સ ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે. વિડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી મોના સિંહ સુશાંત સિંહ રાજપૂતને રશ્મિ માટે ગીત ગાવાનું અને ડાયલોગ બોલવાનું કહી રહી છે. તેના પર સુશાંત સિંહ રાજપૂત, રશ્મિ દેસાઈ માટે એક રોમેન્ટિક ગીત ગાય છે, જેને જોઈને અંકિતા લોખંડે પોતાનું માથું પકડી લે છે. અને ત્યાર બાદ મોના, સુશાંત અને રશ્મિને એક સાથે રોમેન્ટિક ડાન્સ કરવાની પણ સલાહ આપે છે. જેના પર બન્ને કલાકાર સાથે જોરદાર અંદાજમાં ઠુમકા લગાવતા જોવા મળે છે. વિડિયોમાં રશ્મિ અને સુશાંતનો જોરદાર અંદાજ જોઈ શકાય છે.

સુશાંત સિંહ રાજપૂત રશ્મિ દેસાઈ સાથે જોડાયેલો આ વિડિયો ઝલક દિખલા જા નો છે, જે બધાને ખૂબ પસંદ આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વિડિયોને અત્યારસુધીમાં હજારો વાર જોવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહરાજપૂતે ટીવીની દુનિયામાં કિસ દેશ મેં હૈ મેરા દિલથી એન્ટ્રી કરી હતી. આ સિરિયલ બાદ સુશાંત સિંહ રાજપૂત પવિત્ર રિશ્તામાં જેવા મળ્યા હતા. સિરિયલમાં તેમણે માનવનું પાત્ર ભજવ્યું હતું. દર્શકોનું તેમણે દીલ જીતી લીધું હતું. ત્યારે બાદ સુશાંતે ફિલ્મ કાય પો છે દ્વારા બોલીવૂડમાં પ્રવેશ કર્યો. અને પછી એક પછી એક સફળતાની સીડીઓ ચડતા ગયા.

અંકિતા લોખંડેના સપોર્ટમાં આવી રશ્મિ દેસાઈ

સુશાંત સિંહ રાજપુતના મૃત્યુનુ રહસ્ય દીવસેને દીવસે ઘેરાઈ રહ્યું છે. તો અંકિતા લોખંડે અને શિબાની દાંડેકર વચ્ચે થયેલી દલીલબાજી પણ સામે આવી હતી. શિબાની દાંડેકરે રિયા ચક્રવર્તીને સપોર્ટ કરતા પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખ્યું હતું, અંકિતા લોખંડે માત્ર 2 સેકન્ડના ફેમ માટે આ બધું કરી રહી છે. શિવાનીની આ વાતનો જવાબ આપતા અંકિતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી જે ખૂબ વયારલ થઈ હતી. તો બીજી બાજુ અંકિતાને સપોર્ટ કરતા રશ્મિ દેસાઈએ પણ પોતાની ઇન્સ્ટા સ્ટોરી દ્વાર એક ખુલો લેટર લખ્યો છે. રશ્મિ દેસાઈએ લખ્યું…. વાહલી અંકિતા, તું એક મોટી સ્ટાર છે અને લોકોએ તને દરેક રૂપમાં પ્રેમ આપ્યો છે, તારે આવા લોકોને કશું જ સાબિત કરવાની જરૂર નથી, જે તારા માટે જરા પણ મહત્ત્વના નથી.

રશ્મિ દેસાઈએ આગળ લખ્યું હતું અંકિતા લોખંડેએ સુશાંતને ત્યારે પ્રેમ કર્યો હતો જ્યારે તે સ્ટાર પણ નહોતો બન્યો. માટે તેમના સંબંધો પર કોઈ પણ પ્રકારની કમેન્ટ કરવાનો હક્ક કોઈને પણ નથી. આ આખો મામલો હવે બીજી દિશામાં જઈ રહ્યો છે, માટે જુની વાતો ન ઉખાડવી જોઈએ. રશ્મીએ માત્ર આટલું જ ન લખ્યું, તેણે આગળ લખ્યું – જ્યારે કોઈના વિષે કંઈ ખબર ન હોય તો કમેન્ટ ન કરવી જોઈએ. અંકિતા સુશાંત અને મેં, અમે ત્રણે એક જ સમયે અમારી કેરિયરની શરૂઆત કરી છે. મને આ વાતથી ખૂબ દુખ થયું કે 2020માં અમે એક અનમોલ રત્નને ખોઈ દીધું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *