ઝાલોદ – લીમડીમાં પોલીસને પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂની બોટલો મળી આવી.

1,347 Views
  • છાયણ ચોકડી ત્રણ રસ્તાથી દાહોદ તરફ જતા રોડે થી વિદેશી દારૂ અને મુદ્દામાલ સાથે બે ઇસમની લીમડી પોલીસે ધરપકડ કરી.

લીમડી પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળેલી પ્રોહી બાતમી આધારે તેતરીયા ગામે વડલી ત્રણ રસ્તા ચોકડી ઉપર વોચમાં ઉભા હતા. ત્યારે એકસેસ -૧૨૫ રજીસ્ટ્રેશન નંબર- GJ – 20 – AK – 1132 ઉપર વચ્ચે છાપરીનો રવિ સોસોદીયા ( સાંસી ) તથા ગારખાવાનો કિશોર વયનો જીગ્નેશ ડામોર ( સાંસી ) ને વાહન રોકવાનો ઇશારો કરતા આ ખેપિયાઓએ વાહન ઉભુ ન રાખતા પોલીસે આ યુવકોનો પીછો કરતાં છાયણ ચોકડી ત્રણ રસ્તાથી દાહોદ તરફ જતા રસ્તે રોકતાં પોતાનું બાઈક રોડની સાઇડમાં ગટરમાં ફેકીને ભાગવાનો પ્રયાસ કરતાં બન્નેને પકડ્યા હતા. થેલાની તલાસી લેતા દારૂ તથા બિયરની બોટલો મળી આવી હતી. પ્રોહી મુદ્દામાલ તથા બાઇક nમળી 71,901 ના મુદ્દામાલ સાથે બન્નની લીમડી પોલીસે ધરપકડ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *