ડોક્ટરને ઘણી ખમ્માં: નાકનાં ત્રણ કાણાં સાથે જન્મેલી બાળકીને આપ્યું નવું જીવન, 10 લાખે આવતા કેસની સફળ સર્જરી

297 Views

ઘણા લોકોના નસીબ સારા હોય છે અને ઘરે બાળકોનાં જન્મ થાય છે. પરંતુ માત્ર બાળકનો જન્મ થવો એ જ સારા નસીબ ન કરી શકાય, બાળકોમાં પણ ઘણી ખામીઓ જોવા મળતી હોય છે. ઘણા લોકોના ઘરે દિવ્યાંગ બાળકો જન્મતા હોય છે તો ક્યાંક વળી કોઈને શરીરના બીજા ભાગોમાં પણ ખામી જોવા મળતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અને લોકો તેના ઓપરેશન વિશે સાંભળીને ચોંકી ગયા છે. રેરેસ્ટ ઓફ ધ રેર સુપરનર્મરી(નાકમાં એક કરતાં વધુ કાણાં) જેને કહેવામાં આવે એવી ખતરનાક બિમારી સાથે રાજસ્થાનના એક પરિવારના ઘરે બાળકીનો જન્મ થયો હતો.

માતા-પિતાએ અનેક ડોક્ટરને બતાવ્યું હતું

ઉલ્લેખનીય છે કે, બાળકીના મોઢા પર નાકનાં બે કાણાં ઉપરાંત એક વધારાનું કાણું હતું, જેને કારણે બાળકી સામાન્ય બાળકો કરતાં ઘણી અલગ લાગતી હતી. માતા-પિતાએ અનેક ડોક્ટરને બતાવ્યાં બાદ બાળકીને અમદાવાદના પાલડીમાં આરના હોસ્પિટલમાં લાવ્યા હતાં, જ્યાં પિડિયાટ્રિક સર્જન ડો. કેયૂર ભાલાવતની ટીમ દ્વારા બાળકીની સફળ સર્જરી કરવામાં આવી છે.

વધારાના નાક સાથે બાળકનો જન્મ થાય તેને સુપરનોર્મરી કહેવાય

image source

હવે આ બાળકીને એક નવું જીવન મળ્યું છે, ડોક્ટરનું કહેવું છે કે 10 લાખે આવો એક કેસ જોવા મળે છે. પિડિયાટ્રિક સર્જન ડો. કેયૂર ભાલાવતે આ વિશે સમગ્ર માહિતી આવતા વાતચીત કરી હતી. તેણે કહ્યું કે આ રેરેસ્ટ ઓફ ધ રેર જોવા મળે છે, જેમાં વધારાના નાક સાથે બાળકનો જન્મ થાય તેને સુપરનોર્મરી કહેવાય છે. રાજસ્થાનની ત્રણ મહિનાની આ બાળકીના પરિવારે એક મહિના પહેલાં અન્ય ડોક્ટરના રેફરન્સથી કોન્ટેક્ટ કર્યો હતો. દરેક વ્યક્તિને નાકનાં બે કાણાં હોય છે, પરંતુ આ બાળકીને વધારાનું કાણું હતું, જેથી એને દૂર કરવા માટે ઓપરેશનની જરૂર હતી. જેના માટે તેણે અમારો સંપર્ક કર્યો હતો.

નોઝ અંદરની બાજુએ હોવાથી છેક મગજ સુધી પહોંચતું હતું

image source

બાળકીનું કામ કઈ રીતે પાર પાડ્યું એના વિશે વાત કરતાં ડો. કેયૂરે કહ્યું હતું કે 20 વર્ષના અનુભવમાં પહેલીવાર આ પ્રકારનો કેસ જોવા મળ્યો હતો. આ નોઝ અંદરની બાજુએ હોવાથી છેક મગજ સુધી પહોંચતું હતું, જેથી તાત્કાલિક એની સર્જરી કરવામાં આવી હતી. બાળકીની આ સર્જરી ડો. કુણાલ શેડ, મિહિર મહેતા, હિતેશ ગાંધી અને તૃપેશ શાહ સાથે મળીને કરવામાં આવી હતી. સર્જરી કર્યા બાદ છેક અંદરના ભાગ સુધી તપાસ કરી અને નાકને દૂર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં બાળકીની સ્થિતિ ખૂબ જ સારી છે.

બાળકીના પરિવારે પણ માન્યો આભાર

બાળકીના પરિવારે પણ વાતચીત કરતાં જણાવ્યું કે બાળકીનો મોડાસા ખાતે જન્મ થયો હતો. તેને એક્સ્ટ્રા નાક હતું, જેથી ત્યાંના ત્રણથી ચાર ડોકટરોને બતાવ્યું હતું અને તેમણે ડોકટર કેયૂરનો રેફરન્સ આપ્યો હતો. ત્રણ મહિનાની બાળકી થઈ જતાં તેનું ઓપરેશન કરવા અમદાવાદ લઈને આવ્યા હતા. ઓપરેશન કર્યા બાદ હાલમાં તેની સ્થિતિ સારી છે. પરિવારમાં પણ એ વાતની ખુશી છે અને પરિવારે ડોક્ટરનો આભાર માન્યો હતો. લોકોએ પણ આ વાતને વખાણી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *