70 વર્ષના ખેડુતને કોરોનાનું 90 ટકા સંક્રમણ, હદય અને ફેફસા બંધ છતાં જાણો કેવી રીતે જીત્યા જંગ

489 Views

સમગ્ર વિશ્વની જેમ ગુજરાતમાં પણ હવે કોરોના બેકાબૂ બન્યો છે. દરરોજ ૧૩૦૦ થી પણ વધુ લોકો કોરોના ચેપના ઝપેટમાં આવે છે. પરંતુ અમુક કોરોના યોદ્ધાની વાત કઈક અલગ જ હોય છે. આરોગ્ય સલાહકારો એવુ માને છે કે કોરોના બાળકો અને વૃદ્ધો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

image source

માટે જ કહેવામાં આવી રહ્યું છે કે કોરોના સૌથી વધુ એ લોકો માટે જોખમી છે જેની ઉંમર વધારે હોય અથવા કોઇ ગંભીર રોગથી પીડાતા હોય પણ ઉપલેટા તાલુકાના એક વૃદ્ધ ખેડૂતને એક બે નહીં પણ 6 રિસ્ક ફેક્ટર હતા. સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ 24 દિવસ સુધી તેમની સારવાર કરી મોતના મુખમાંથી બહાર કાઢ્યા છે. આ કાકાની સ્ટોરી ભલભલા લોકો માટે પ્રેરણા હતી.

કોરોના સાથે બીજી ઘણી પ્રકારની બીમારી હોવા છતાં હિંમત ન હાર્યો

image source

આ વાત છે ઉપલેટા તાલુકાના જામટીંબડી ગામે રહેતા રમેશભાઈ બાવનજીભાઈ માકડિયાની. આ 68 વર્ષના વૃદ્ધને 28 ઓગસ્ટે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા ત્યાં સુધીમાં આખા શરીરમાં વાઇરસની અસર હતી અને અંદાજ મુજબ ચેપ લાગ્યાના 8મા દિવસે એટલે ક્રિટિકલ થઈને દાખલ થયા હતા અને ત્રીજા દિવસે હૃદય બંધ પડી ગયું હતું. વધુ ઉંમર, મોડા દાખલ, હૃદય બંધ, ધૂમ્રપાનને કારણે ફેફસાં ડેમેજ, પ્રોસ્ટેટની ગાંઠ તેમજ બેક્ટેરિયલ ઈન્ફેક્શન એમ 6 રિસ્ક ફેક્ટર હતા. આવી અનેક બિમારીઓનો ભોગ બનેલા આ ખેડૂત આજે તો ઘોડાની જેમ દોડતા થઈ ગયા છે. પરંતુ આ લડાઇ કઈ સહેલી નોહતી.

સિવિલના ડોકટરોની મહેનત આખરે રંગ લાવી

image source

આટલું હોવા છતાં બીજી તરફ કોરોનાને કારણે ફેફસાં પણ 90 ટકા સુધી ડેમેજ થઈ ગયા હતા. આ સ્થિતિમાં દર્દીનું બચવું ખૂબ મુશ્કેલ હોય છે, પણ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડો.આરતી ત્રિવેદી, ડો. રાહુલ ગંભીર, ડો. મહેશ રાઠોડ તેમજ ડો. નિકુંજ મારૂ સહિતની ટીમે સતત 24 દિવસ સુધી અલગ અલગ સારવાર આપી હતી. બે રેમડેસિવિર ઈન્જેક્શન, એક ટોસિલિઝુમેબ અપાયા, 11 દિવસ સુધી વેન્ટિલેટર પર રખાયા હતા અને આખરે રમેશભાઈ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા હતા. રમેશભાઈના પરિવારને તબીબોએ અગાઉ જ જાણ કરી દીધી હતી કે આ કેસ ખૂબ જ અઘરો છે તેથી તેઓ પૂરી ક્ષમતાથી પ્રયત્ન કરી રહ્યા છે. અને તેમની મહેનત આખરે રંગ પણ લાવી અને રમેશભાઇ આજે એકદમ સ્વસ્થ થઈ ગયા.

મારી સામે ૨૧ લોકોએ જીવ ગુમાવ્યો પણ હું હાર્યો નહીં

image source

આ સમગ્ર વાત કરતા રમેશભાઈ માકડિયા જણાવે છે કે, તેઓને દાખલ કરાયા ત્યારથી શરૂ કરી ડિસ્ચાર્જ કર્યા ત્યાં સુધીમાં તેમની સામે જ 21 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. આટલા લોકોના મોત જોયા બાદ પણ પોતે મન મક્કમ કરીને બેઠા હતા કે કોઇપણ કાળે આ બીમારી સામે જીતવું છે. આ મજબૂત મનોબળને કારણે જ તેઓએ કોરોનાને હરાવ્યો હોવાનું ગણાવે છે. ત્યારે આજે રમેશભાઈને જોઈને બીજા લોકોને પણ મનોબળ રાખવાની પ્રેરણા મળી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *