ફરી એકવાર ત્રિશુલિયાઘાટામાં ટ્રકને નડ્યો અકસ્માત ટ્રક મારી પલ્ટી….

255 Views

બનાસકાંઠાના નો દાંતા તાલુકો જે પહાડી તાલુકો ગણાય છે ત્યારે આ તાલુકાના મહત્તમ માર્ગો જે વળાંકો વાળા હોય આ દાતા તાલુકો પહાડી ઇલાકામાં આવેલો છે અને આ પહાડી ઇલાકાનાં દાતા તાલુકાના માર્ગો વળાંકો અને ભયજનક છે ત્યારે અનેકવાર આ દાંતા તાલુકામાં અકસ્માત સર્જાવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે અંબાજી થી દાંતા જતા વચ્ચે આવતા ત્રિશુલીયાઘાટમાં અવારનવાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવતી હતી ત્યારે વહિવટી તંત્ર દ્વારા આ રોડને ફોરલાઇન કરવા અને વધુ અકસ્માત ન સર્જાય તે ને લઇ આ માર્ગને પહોળો કરવાનું કામ હાથ ધરાયું હતું ત્યારે છેલ્લા કેટલાય સમયથી આ કામ ગોકળ ગાયની ગતિએ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે અને આ કામને લઈ અનેક સવાલ વહીવટીતંત્ર સામે ઉઠી રહ્યા છે ત્યારે અવારનવાર અકસ્માતો પણ સર્જાતાં હોવાનું પણ સામે આવ્યું છેત્યારે મોડી રાત્રે પણ એક ટ્રક એ ત્રિશુલીયાઘાટમાં પલ્ટી મારી હોવાનું સામે આવ્યું છે છેલ્લા ૩૫ દિવસમાં આ ત્રિશુલીયાઘાટીમાં ૬ વાર અકસ્માત સર્જાયા હોવાનું સામે આવ્યું છે અગાઉ 4 ટ્રક અને 1 કાર ને નડ્યો હતો અકસ્માત ત્યારે આજે ફરી એક ટ્રક પલ્ટી મારી છે ત્યારે સદનસીબે કોઇ જાનહાની થઈ નથી અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે ત્યારે લોકોમાં પણ આ માર્ગના કામ ને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે આં માર્ગ નું કામ ગોકુળ ગાયની ગતિએ ચાલતું હોવાના કારણે અકસ્માત વધુ થતાં હોવાનો પણ આક્ષેપ વાહનચાલકો વહીવટીતંત્ર સામે લગાવી રહ્યા છે…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *