જુનાગઢ – નિઃસહાય પરિણીતાની વ્હારે આવ્યું સખી વન સ્ટોપ સેન્ટર

191 Views

• પતિ દ્વારા તરછોડાયેલી જુનાગઢની મહિલાને ભાવનગર ખાતે આશરો આપી પરિવાર સાથે કરાવ્યું પુનઃમિલન

જુનાગઢની એક મહિલા ઘરેલું હિંસાથી કંટાળી આવા ત્રાસથી બચવા માટે ઘરે કોઈને જાણ કર્યા વગર ભાવનગર આવી ગયેલ. ભાવનગર આવતા સાંજ પડી જતા ભાવનગરમાં કશું જોયું ન હોવાથી ગભરાયેલ હાલતમાં વિદ્યાનગર વિસ્તારમાં આમતેમ એકલી ફરતી હતી. મહિલાને ગભરાયેલી હાલતમાં જોઈ કોઈ સેવાભાવી વ્યક્તિએ મહિલાની પૂછપુરછ કરી મહિલાને મદદ કરવા માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને જાણ કરી ૧૮૧ બોલાવેલ. પરંતુ ૧૮૧ અભયમ દ્વારા પીડિતાનાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા મહિલાને વન સ્ટોપ સેન્ટર પર મુકવામાં આવેલ.


તેથી શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર, સર ટી હોસ્પિટલ, ભાવનગર (ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય. ગાંધીનગર) નાં કર્મચારીઓ દ્વારા પીડિતાને આશ્વાસન આપી આશ્રય આપેલ અને અરજી લઈ તેમની વ્યથા સાંભળેલ. જેમાં પીડિતાના જણાવ્યા મુજબ તેમના લગ્ન આજથી બે વર્ષ પહેલા થયેલા છે અને તેમને એક બાળક પણ છે. લગ્ન બાદ બન્ને પતિ-પત્ની સુરત રહેતા હતા. પરંતુ હાલ કોરોના વાયરસની મહામારીને હિસાબે તેમના વતન જુનાગઢ આવેલ અને સંયુક્ત કુટુંબમાં રહેતા. તો તેમના જેઠાણી, સાસુ અને પતિ દ્વારા કામની બાબતમાં ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા.

એક દિવસ પીડિતાને તબિયત સારી ન હોવાથી ઘરનું બધું જ કામ કરી સુતા હતા તો પીડિતાના પતિએ ઝઘડો કરી માર મારી ઘરેથી નીકળી જવા કહેલ. તેથી પીડિતાએ આ વાતની જાણ તેમના પિયરમાં કરેલ. પરંતુ પિયર દ્વારા પણ કોઈ મદદ ન મળતા આખરે એ કંટાળીને આવા ત્રાસથી બચવા માટે ઘરે કોઈને જાણ કર્યા વગર નીકળી ગયેલ અને ભાવનગર આવી ગયેલ અને ભાવનગરમાં કશું જોયું ન હોવાથી ભૂલા પડી ગયેલ અને ૧૮૧ દ્વારા અહી સેન્ટર પર આવેલ.

ખેડૂતોને ટેકાનો ભાવ મળવો જોઈએ
ખેડૂતોને દેવું માફ થવું જોઈએ
ખેડુતો માટે મહાદેવ ગ્રુપ લઙી રહ્યું છે તો તમામ ખેડૂત ભાઈઓને મહાદેવ ગ્રુપ માં જોડાવો
મો.૯૭૨૪૩૯૯૯૦૭
સચિન પટેલ (મહાદેવ)

આમ પીડિત મહિલાની વ્યથા સાંભળી વન સ્ટોપ સેન્ટરનાં કર્મચારીઓ દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ વિશે માહિતી આપી કાયદાકીય કાર્યવાહી કરવા જણાવેલ. પરંતુ પીડિતા હાલ કોઈ કાર્યવાહી કરવા ઈચ્છાતા ન હોવાથી વન સ્ટોપ સેન્ટરનાં કર્મચારીઓ દ્વારા પીડિત મહિલાના પતિનો સંપર્ક કરી જુનાગઢ થી ભાવનગર બોલાવેલ અને બન્નેને સમજાવી સમાધાન કરાવેલ. પીડીતાના પતિએ પોતાની ભૂલ સ્વીકારેલ અને હવે પછી આવી ભૂલ ફરી વખત નહી કરે તેવી બાહેધરી આપેલ અને તેમની પત્નીને લઇ જવા ઈચ્છતા હતા અને પીડિતા પણ રાજીખુશીથી તેમના પતી સાથે જવા માંગતા હોવાથી પીડિતાને તેમના પતિને સોપેલ અને સુખ:દ સમાધાન કરાવી પતિ સાથે પુન:મિલન કરાવેલ. અંતમાં પીડિતાનાં પતી દ્વારા સેન્ટરનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *