સંતરામપુર તાલુકાના ગોઠીબ અને નાનીભુગેડી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

85 Views

• કોરોના મહામારીના સમયમાં રક્તની ઉપલબ્ધતા સિમિત છે

• ૬૨ રકતદાતાઓએ રકતદાન કરી રકતદાન-મહાદાન મંત્રને સાર્થક કર્યો

લુણાવાડા – કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ જિલ્લાની એનેમીક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓ સાથે કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક ધોરણે અવિરતપણે રક્ત મળી રહે અને રક્તના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે જિલ્લાુ આરોગ્યપ તંત્ર દ્વારા જિલ્લા્માં અવાર-નવાર રકતદાન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એસ. બી. શાહની રાહબરીમાં ગોઠીબ પ્રાથમિક આરોગ્યન કેન્દ્ર્ દ્વારા હેલ્થઆ એન્ડશ વેલનેસ કેન્દ્રલ નાનીભુગેડી ખાતે પ્રાથમિક આરોગ્યગ કેન્દ્રમ, ગોઠીબ અને રામભેમનામુવાડાના ડૉ. રૂત્વિેક પટેલ અને સીએચઓ ડૉ. સોનલબેન પી. મલ તેમજ આરોગ્યર કેન્દ્ર ની ટીમ અને કર્મચારીઓ તેમજ રેડ ક્રોસ સોસાયટીની ટીમ દ્વારા તાજેતરમાં તા. ૨૫મીના રોજ રક્તદાન કેમ્પ યોજાઇ ગયો. આ રકતદાન કેમ્પ માં ૬૨ જેટલા રકતદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં પોતાનું યોગદાન આપી ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડી રકતદાન-મહાદાનના મંત્રને સાર્થક કર્યો હતો.

આ રક્તદાન કેમ્પમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટેના સરકારની ગાઇડલાઇનના દિશાનિર્દેશોનું પાલન અને ફરજિયાત માસ્કનો ઉપયોગ તેમજ સામાજિક અંતર જાળવવાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પનું ખૂબજ કાળજીપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું જેથી કોઈ પણ રક્તદાતાને કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે દરેક ડોનરને નવી બેડશીટ પાથરીને જ રક્તદાન કરાવવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પમાં રકતદાતાઓ જ્યારે કેમ્પના સ્થળે આવ્યા ત્યારે તેમને થર્મલ ગનથી આરોગ્ય તપાસ કરી તેમના હાથ સાફ કરવા માટે હેન્ડવોશ તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે સિનિયર મેડિકલ ઓફિસર શ્રી બિરેન્દ્રસીંગે રક્તદાન કેમ્પમાં કોરોનાને ધ્યાને લઇ સાવચેતીના તમામ પગલા સુનિશ્ચિત કરવાની સાથે રક્તદાતાઓ માટેની બેડશીટ બદલવાની અને તમામ સામગ્રી જંતુરહિત રહે તેનું સુચારુ આયોજન કર્યું હતું. સાથે આ રકતદાન કેમ્પમાં રકતદાન કરનાર દરેક રકતદાતાને રેડક્રોસ સોસાયટી પંચમહાલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યામ હતા.આ રક્તદાન કેમ્પમાં ૬૨ યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ શ્રેષ્ઠ મહાદાન છે જે કોરોનાના દર્દી, એનેમિક સગર્ભા બહેનો અને થેલેસેમિયાના દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલ રક્તનો પ્રવાહ પહોંચાડી શકાય તે માટે કોરોના મહામારીના સમય વચ્ચે પણ આ રક્તદાન કેમ્પ જન ઉપયોગી બની રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *