ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહના ૧૩૮૬ વિધાર્થીએ પૂરક પરીક્ષા આપી

94 Views

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાઓ ગુ.મા. અને ઉ.મા. શિ. બોર્ડ દ્રારા લેવાઇ રહી છે. જેમાં પ્રથમ દિવસે ભૂગોળ વિષયમાં ૨૦૩ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી જ્યારે ૨૧ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અંગેજી દ્રીતીય ભાષા ૧૧૮૧ વિધાર્થીઓએ પરીક્ષા આપી અને ૨૪૧ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.ગુજરાતી દ્રિતીય ભાષામાં ૨ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. હાલમાં કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક સાથે સંપૂર્ણ તકેદારીથી પરીક્ષાઓ લેવાઇ રહી છે. જેમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ના ૧૬૪૮ વિધાર્થીઓ પૈકી ૧૩૮૬ વિધાર્થીઓ પરીક્ષા આપી હતી.જ્યારે ૨૬૨ વિધાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *