ભાજપના આ કોર્પોરેટરનું થયું ઢોલ નગારા સાથે સ્વાગત, કારણ જાણી તમને ગુસ્સો થશે!

449 Views

સુરતના લિંબાયત વોર્ડ નંબર 24ના કોર્પોરેટર અમિત રાજપૂત કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર કરાવે છે. કોરોના મુક્ત થયા બાદ હોસ્પિટલથી ઘરે પરત ફરતી વખતે કોર્પોરેટરનું સ્વાગત ઢોલ-નગારાના તાલ સાથે કરવામાં આવે છે. કોરોનાને હરાવીને આવેલા કોર્પોરેટરનું સ્વાગત કરવામાં કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સના તમામ નિયમોના ધજાગરા ઉડાવતા હોય તેમ માસ્ક પહેર્યા વગર સેલ્ફી ખેંચે છે.

કોરોનામુક્ત થયેલા કોર્પોરેટર પણ તેમને ટપારવાની જગ્યાએ જાણે ચૂંટણી જીતીને આવ્યા હોય તેવા હાવભાવ સાથે આગળ વધતા હોવાનું સામે આવ્યું છે. ભાજપના નેતા અને કાર્યકરો દ્વારા નિયમોના ઉલાળીયા થતા હોવાથી નવો વિવાદ ઉભો થયો છે.

અમિત રાજપૂતે પોતાના એક મેસેજમાં જણાવ્યું હતું કે, કોરોનાના કારણે હું કિરણ હોસ્પિટલમાં દાખલ હતો, પરંતુ સોમવારે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેનાથી મને રજા આપવામાં આવી છે .જેથી હું બધાનો આભારી છું.અમિત રાજપૂતનું સ્વાગત કરતી વખતે મહિલાઓએ તેમને ચાંદલા કર્યા હતાં. કાર્યકરોએ ઝીંદાબાદના નારા લગાવી પુષ્પ વર્ષા કરી હતી.અમિત રાજપૂતના સ્વાગતનો વીડિયો વાઇરલ થયો છે. મહાનગરપાલિકાના ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ અમિત રાજપૂત પોતે કોરોના પોઝિટિવ થયા હતા. છેલ્લા 15 દિવસથી એમની શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કોરોનાની સારવાર બાદ તેમને સોમવારે રજા આપવામાં આવી હતી.

ઘરે આવ્યા ત્યારે તેમનું સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક વગર અને ઢોલ-નગરા સાથે સરઘસ કાઢી સ્વાગત કરવામાં આવ્યું હતું. જે વીડિયો વાઇરલ થયા બાદ અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. એક બાજુ પાલિકા કમિશનર સંક્રમણને લઈ વધતા કોરોના પોઝિટિવ કેસને લઈ જાગૃતતાના અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ લોકપ્રતિનિધિઓ સંક્રમણ વધારવાનું કામ કરતા હોય એમ લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *