ઘર બેઠા ડિજીટલ પોર્ટલના માઘ્યમથી સરકારી 118 સેવાઓનો લાભ મેળવો.

45 Views
  • સરકારની ૧૧૮ પ્રકારની સેવાઓ https://www.digitalgujarat.gov.in પરથી ઘર બેઠા મેળવી શકશે

  • આવકનો દાખલો, રાશનકાર્ડ, મહેસુલી લગતી અનેક સેવાઓ તમારી આંગળીના ટેરવે ઉપલ્બધ

  • મહેસાણા જિલ્લામાં ૪૫૬૮૬ નાગરિકોએ ઓનલાઇન સેવાઓનો લાભ મેળવ્યો

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને વિવિધ ૧૧૮ પ્રકારની સેવાઓ ઘર બેઠા આંગળીના ટેરવે મળે તે માટે ૨૦૧૬ થી https://www.digitalgujarat.gov.in પર વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવી છે.સરકારની આ વેબસાઇટ પર ડોમીસાઇલ પ્રમાણપત્ર,આવકના દાખલા,રેશનકાર્ડની સેવાઓ,સિનિયર સીટીઝન,વારસાઇ, સહિત અનેક સેવાઓ આ પોર્ટલ પર ઉપલ્બધ કરાવી છે જેનો લાભ લેવા જિલ્લા કલેકટર એચ.કે.પટેલે અનુંરોધ કર્યો હતો.

જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે સરકારી કચેરીઓ પ્રત્યેક્ષ જવાને બદલે ઘરબેઠા ઓનલાઇન સેવાઓ મળે તે ડિજીટલ ગુજરાત પોર્ટલનો મુખ્ય હેતુ છે.વર્તમાન સમયમાં કોવિડ-૧૯ની સ્થિતિમાં લોકો સુરક્ષિત રહે તે માટે આ પ્રકારની સેવાઓ માટે બહાર જવાને બદલે ઘરબેઠા સેવાઓ મેળવવી તે આપણા સૌના હિતમાં છે.ડિજીટલ પોર્ટલની સેવાઓથી નાગરિકોના સમય અને નાણાંની બચત થાય છે.

મહેસાણા જિલ્લાના એન.આઇ.સીના અધિકારી પ્રશાંત શર્માએ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાના નાગરિકો  https://www.digitalgujarat.gov.in સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી આ તમામ સેવાઓનો લાભ મેળવી શકે છે.આ પોર્ટલ પર ડીજીટલ લોકર,ઇ-પેમેન્ટ,પ્રોફાઇલ, ડોક્યુમેન્ટ વેરીફીકેશન સહિત અનેક સેવાઓ નાગરિકોને મળે છે.નાગિરકો દ્વારા ઓનલાઇન કરેલ સેવાઓના પ્રમાણપત્ર ઇ-મેઇલ  તેમજ પોસ્ટ મારફતે નાગરિકોને ઘર બેઠા મળી જાય છે.આ સાઇટ માત્ર એક વાર રજિસ્ટ્રેશન કરવાનું થાય છે જેમાં અરજદાર કે નાગરિકો  તેમના મેઇલ  અને મોબાઇલ નંબર સાથે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.રજિસ્ટ્રેશન બાદ પ્રોફાઇલ અપડેટ કર્યા બાદ દરેક નાગરિક તમામ પ્રકારની ઉપલ્બધ સેવાઓ સરળતાથી મેળવી શકે છે.

મહેસાણા જિલ્લાના નાગરિકો આ સેવાઓના સારા પ્રમાણમાં ઉપયોગ કરેલ છે. મહેસાણા જિલ્લામાં આ સેવા કાર્યરત થયા બાદ આજ દિન સુધી ૪૫૬૮૬ અરજીઓનો નિકાલ થયો છે. મહેસાણા જિલ્લાના ટેકનોસેવી નાગરિકો આ સેવાઓ અવિતરણ અને વધુમાં વધુ ઉપયોગ કરે તે હિતાવહ છે.

આપણે પણ નાગરિક તરીકે જિલ્લાના અન્ય નાગરિકોને https://www.digitalgujarat.gov.inની ડીજીટલ પોર્ટલની સેવાઓથી અવગત કરાવી તેનો લાભ કરવા અનુંરોધ કરવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *